બોલિવૂડમાં ડ્રગ્સ કનેક્શનની તપાસ કરનારા અને દીપિકા પાદુકોણ (Deepika Padukone), સારા અલી ખાન (Sara Ali Khan), શ્રદ્ધા કપૂરની (Shraddha Kapoor) પૂછપરછ કરનારા નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોનાં (NCB) ડેપ્યુટી ડિરેક્ટર KPS મલ્હોત્રા કોરના સંક્રમિત થઇ ગયા છે. આ સાથે જ KPS મલ્હોત્રા મુંબઇથી દિલ્હી પરત આવી ગયા છે. આ વાતની જાણકારી ખુદ KPS મલ્હોત્રાએ એક ખાનગી ન્યૂઝચેનલને આપી છે. હાલમાં મુંબઇ ક્રાઇમ બ્રાંચે ઉસ્માન અલી શેક નાનમાં એક ડ્રગ પેડલરની ધરપકડ કરી હતી. જેની પાસે મોટી માત્રામાં MD મળી આવ્યું હતું.
આપને જણાવી દઇએ કે, સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ કનેક્શનની કડીઓ જોડાયા બાદ બોલિવૂડમાં ઘણાં ચર્ચિત ચહેરા NCBની રડાર પર છે. હાલમાં જ એક્ટ્રેસ દીપિકા પાદુકોણની પૂછપરછ માટે NCBએ સમન્સ બજાવ્યા હતાં. 26 સપ્ટેમ્બરનાં દીપકાની સાડા પાંચ કલાક પૂછપરછ ચાલી હતી. જેમાં સુશાંત સિંહ રાજપૂત કે પછી રિયા ચક્રવર્તી અંગે કોઇ સવાલ કરવામાં આવ્યો ન હતો. NCBનું બધુ જ ધ્યાન દીપિકા અને કરિશ્માની ચેટ પર હતું. જેમાં ડ્રગ્સ અંગે વાત થઇ હતી. તે ચેટ અંગે દીપિકાએ પણ મોટી કબૂલાત કરી હતી. તેણે માન્યું હતું કે, જે ચેટમાં ડ્રગ્સની વાત થઇ રહી છે તે નંબર તેનો હતો.
26 સપ્ટેમ્બરનાં રોજ જ સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરની પણ પૂછપરછ થઇ હતી જેમાં શ્રદ્ધાએ સ્વિકાર્યુ હતું કે સુશાંત સિંહ રાજપૂત ડ્રગ્સ લેતો હતો તેણે ઘણી વખત 'છિછોરે'નાં સેટ પર અને વેનિટી વેનમાં સુશાંતને ડ્રગ્સ લેતા જોયો હતો. જ્યારે સારા સાથે પૂછપરછમાં NCBએ તેની અને સુશાંત વચ્ચે કોઇ સંબંધ હતા કે નહીં તેમજ કેદારનાથ સમયનાં સવાલ કર્યા હતાં. શું સારા પણ ડ્રગ્સ લે છે તે સવાલ પર સારાએ ના પાડી હતી કે તેણે આજ સુધી ડ્રગ્સ નથી લીધુ. શ્રદ્ધા કપૂરે પણ ડ્રગ્સ લેવાની વાત નકારી કાઢી હતી.