'સસુરાલ સિમર કા' ફેમ એક્ટર શોએબ ઈબ્રાહિમની બહેન અને દીપિકા કક્કરની વહાલી નણંદ સબા ઈબ્રાહિમના હવે લગ્ન થઇ ગયા છે અને તેના પતિ ખાલિદ નિયાઝ સાથે નવું જીવન શરૂ કર્યું છે. આ કપલે 6 નવેમ્બર 2022ના રોજ તેમના વતન મૌધામાં લગ્ન કર્યા હતા. સબાના લગ્નના ફોટા અને વીડિયો આજે પણ સોશિયલ મીડિયા પર છવાયેલા છે. લગ્ન બાદ હવે સબાનું રિસેપ્શન મુંબઈમાં રાખવામાં આવ્યું હતું, જેમાં ટીવી જગતની અનેક હસ્તીઓએ હાજરી આપી હતી અને આ રિસેપ્શનમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. (Photo Credit : Viral Bhayani)