બોલિવૂડની પંગા ક્વિન કંગના રનૌટ ફરી એક વખત વિવાદોમાં ઘેરાતી નજર આવી રહી છે. આ વખતે તેને તેનું આખા બોલુ ભારે પડી રહ્યું છે. કંગના ખેડૂત આંદોલન પર કમેન્ટ કર્યા બાદથી સોશિયલ મીડિયા પર સતત ટ્રોલ થઇ રહી છે. ગત દિવસોમાં કંગનાએ આ મુદ્દે ઘણી ટ્વિટ્સ કરી હતી. કંગનાએ ખેડૂતોનાં આંદોલન અંગે આ વખતે કંઇક એવું કહીં દીધુ છે કે, જેને લઇને, દિલજીત દોસાંજ, હિમાંશી ખુરાના, સરગુન મેહતા, એમી વિર્ક સહિતનાં ઘણાં સ્ટાર્સે નારાજગી જાહેર કરી છે.
<br />આ સમયે દેશમાં કોરોનાનાં સંકટની વચ્ચે નવાં કૃષિ કાયદા (New Farm Laws) વિરુદ્ધ ખેડૂતોનો વિરોધ સતત ચાલુ છે. ખેડૂતોની સાથે વિવાદ સમાપ્ત કરવાં માટે સરકાર અને ખેડૂત નેતાઓની વચ્ચે વિજ્ઞાન ભવનમાં બેઠક ચાલી રહી છે. આ દરમિયાન કંગનાએ આ મામલે ટ્વિટ કરી છે. જે ટ્વિટ ખુબજ ચર્ચામાં છે. કંગનાએ એક ટ્વિટ કરી હતી. જે તેણે બાદમાં ડિલીટ કરી નાંખી હતી. આ ટ્વિટમાં તેણે બે વૃદ્ધ મહિલાનો ફોટો શેર કર્યો હતો અને તેમને એક જ મહિલા જણાવતાં લખ્યું હતું કે, 'શર્મજનક.. ખેડૂતોનાં નામ પર દરેક તેમની રોટલીઓ શેકી રહ્યું છે. આશા છે કે, સરકાર કોઇ એન્ટી નેશનલ એલિમેન્ટને આ સમયે ફાયદો ઉઠાવશે નહીં અને ટુકડે ગેંગને બીજુ શાહીન બાગ ન બનવા દે.'
કંગનાએ આ ટ્વિટ પર ટીવી એક્ટ્રેસ સરગુન મેહતાને જવાબ આપતાં કહ્યું હતું કે, 'જેમ આપને આપની વાત કહેવાનો હક છે તેમને પણ છે. ફરક એટલો છે કે, આપ વાત વગર કે કોઇ મકસદથી બોલો છો અને આ તેમનાં હક માટે લડી રહ્યાં છે.' કંગનાની ટ્વિટ ઘણી જ વાયરલ થઇ રહી છે. કંગનાએ રીટ્વિટ કરતાં લખ્યું હતું કે, હા હાહા.. આ તે જ દાદી છે જેને ભારતની સૌથી પાવરફૂલ લોકોમાં શામેલ કરવામાં આવી હતી. આ તો 100 રૂપિાયમાં અવેલેબલ છે. પાકિસ્તાનનાં પત્રકારે ઇન્ટરનેશનલ પીઆને ભારત માટે શરમજન રીતે હાયર કર્યા છે. આપણને આપણાં એવાં લોોક જોઇએ જે આપણાં માટે ઇન્ટરનેશનલી અવાજ ઉઠાવી શકે.