એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: દિગ્ગજ બોલિવૂડ એક્ટર દિલીપ કુમારનું સાત જુલાઇનાં સવારે 7.30 વાગ્યે નિધન થઇ ગયું. આ સમયે તેઓ સતકની નજીક હતાં. 98 વર્ષની જૈફ વયે તેઓ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. આ સમયે તેઓ પાછળ તેમની 76 વર્ષીય પત્ની સાયરાબાનોને છોડી ગયા. દિલીપ સાબનાં ગયાથી તેઓ ઘણાં જ વ્યથિત છે. તેઓ હવે એકલા પડી ગયા છે. દિલીપ કુમારના નિધન બાદ સાયરાની અનેક તસવીરો સામે આવી હતી. આ તસવીરમાં સાયરાબાનો પતિને અંતિમ વિદાય આપતાં નજર આવી રહ્યાં છે. સુપુર્દ-એ-ખાક થતા પહેલાં સાયરાબાનો તેમને ભેટીને ખુબજ રડી રહ્યાં છે. દિલીપ કુમારની અંતિમ તસવીર હાલમાં સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ છે. દફનવિધિ પહેલા સાયરાબાનો દિલીપ કુમારના પાર્થિવદેહ ગળે વળગીને ખુબજ રડ્યાં હતાં.