એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડનાં દિગ્ગજ એક્ટર દિલીપ કુમાર (Dilip Kumar) હોસ્પિટલમાંથી હવે ઘરે પરત આવી ગયા છે. ગત થોડા દિવસ હોસ્પિટલમાં વિતાવ્યાં બાદ તેમને રજા મળી ગઇ છે. તેઓ હાલમાં 98 વર્ષનાં છે. તેમને શ્વાસમાં તક્લીફ પડી હોવાને કારણે રવિવારનાં છ જૂનમાં મુંબઇની હિન્દૂજા હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યાં હતાં. ઘરે પરત જતા સમયે કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વયારલ થઇ હતી. જે બાદ તેનાં ફેન્સે રાહતનો શ્વાસ લીધો હતો. હવે તેનાં ફેન્સ માટે એક્ટ્રેસ નરગિસે એક થ્રોબેક તસવીર પોસ્ટ કરી હતી. અને આ તસવીર પર તેમણે ફેન્સને એક સવાલ કર્યો છે.
દિલીપ કુમાર જ્યારે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા ત્યારે સાયરા બાનો તેમની સાથે નજર આવી હતી. એટલું જ નહીં તેમણે મીડિયાની સામે દિલીપ કુમારનાં માથે ચુંબન કર્યું હતું. અને પછી મીડિયા સાથે વાત કરતાં દિલીપ કુમારનાં હેલ્થ અપડેટ આપી હતી. આ સાથે જ તેમણે ફેન્સને સાહબનાં સારા સ્વાસ્થ્ય માટે દુઆઓ કરવા બદલ આભાર માન્યો હતો.