દિગ્ગજ એક્ટર દિલીપ કુમારે (Dilip kumar) 98 વર્ષની ઉંમરમાં હિંદુજા હોસ્પિટલમાં આજે સવારે અંતિમ શ્વાસ લીધા છે. છેલ્લાં એક મહિનામાં તેઓ બેવાર હોસ્પિટલમાં એડમિટ થયા હતા. તેમને આજે સાંજે જુહૂના કબ્રસ્તાનમાં પાંચ વાગે સુપુર્દ-એ-ખાક કરવામાં આવશે. તેમનો પાર્થિવ દેહ હોસ્પિટલથી ઘરે લાવવામાં આવ્યો છે. ત્યારે મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરેએથી (CM Uddhav Thackeray) માંડીને બોલિવૂડનાં મોટા મોટા કલાકારો (Bollywood celebs) તેમના અંતિમ દર્શન માટે આવ્યાં હતા.
દિલીપ કુમારની પાર્થિવ દેહને ઘરે લઇજતી વખતની તસવીર. નોંધનીય છે કે, દિલીપ કુમારને શ્વાસ લેવામાં તકલીફ થવાના કારણે ફરી એક વાર 29 જૂને તેમને મુંબઇની હિન્દુજા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે તેમને આઇસીયૂ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના નિધન બાદ બોલિવૂડ ઉપરાંત તેમના પ્રશંસકો પણ ઉદાસ થઈ ગયા છે. (Image Courtesy: Viral Bhayani)