વેબ સીરિઝમાં ગાળો અને અશ્લિલતા જોઇને 'જેઠાલાલ' થયા ગુસ્સે- ખોટા રસ્તે જઇ રહ્યા છીએ આપણે...
દિલીપ જોશી (Dilip Joshi)એ કહ્યું કે મને નથી ખ્યાલ આ પ્રકારના શબ્દોનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે. અવે આવા શબ્દોથી શું ફાયદો થાય છે. ગાળો અને અશ્લીલતાના ઉપયોગ કર્યા સિવાય પણ સારૂ કામ કરી શકાય છે.


એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવી સિરીયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Tarak Mehta Ka Ultah Chashma)માં જેઠાલાલ (Jethalal)નું પાત્ર નિભાવી રહેલા એક્ટર દિલીપ જોશી (Dilip Joshi)એ ઓટીટી (OTT) પ્લેટફોર્મ પર આવતી વેબ સીરીઝ અંગે વાત કરી છે. અને તેમની નારાજગી વ્યક્ત કરી છે. તેણણે કહ્યું કે, મને નથી સમજાતું કે, વેબ સીરીઝ (Web Series)માં ગાળો અને અપશબ્દો અને અશ્લીલતા કેમ આટલી ફેલાઇ રહી છે તેની શું જરૂર છે. આ મુદ્દે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે દરેક વસ્તુની એક સીમા હોય છે હદ હોય છે.


એક ખાનગી ચેનલને આપેલાં ઈન્ટરવ્યું દરમિયાન દિલીપ જોશી (Dilip Joshi)એ કહ્યું કે મને નથી ખ્યાલ આ પ્રકારના શબ્દોનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે. અવે આવા શબ્દોથી શું ફાયદો થાય છે. ગાળો અને અશ્લીલતાના ઉપયોગ કર્યા સિવાય પણ સારૂ કામ કરી શકાય છે. રાજ કપૂર, ઋષિકેશ મુખર્જી અને શ્યામ બેનેગલજીએ ખુબ જ સારુ કામ કર્યું છે. તેને હજુ સુધી ક્યારેય ગાળોનો ઉપયોગ કરવાની જરૂર નથી પડી.


દિલીપ જોશી (Dilip Joshi)એ આગળ કહ્યું કે જો તમે રિયલમાં સત્ય બતાવવા માગો છો ? લોકોને શૌચાલય જતા અને નહાતા પણ જોવા મળી રહ્યા છે. તમે દર્શકોને શું બતાવવા માગો છો એ મહત્વનું હોય છે. જે તમે જુઓ છો તે તમારી સાથે રહે છે. શું તમે એક એવો સમાજ બનાવવા માગો છો કે જેમાં માત્ર અપમાનજનક ભાષાનો ઉપયોગ કરીને જ વાત થાય ? દરેક વસ્તુની એક હદ હોય છે.


તેમણે કહ્યું કે હું સમજી શકુ છું કે દરેકને સમયની સાથે બદલાવું અને વિકસિત થવાની આવશ્યક્તા હોય છે. પરંતુ શું ગાળા ગાળી કરીને જ આગળ વધી શકાય ? પશ્ચિમમાં જે પણ થઈ રહ્યું છે તમે અહિયાથી જ તે જોઈ શકો છો. પશ્ચિમ પૂર્વની સંસ્કૃતિને જોઈ રહ્યું છે.


દીલિપ જોષીએ વધુમાં આગળ કહ્યું કે આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ સૌથી જુની છે. આપણી સંસ્કૃતિમાં ખુબ જ અદભૂત વસ્તુઓ છે. તેઓ અંગત રીતે માને છે કે શોને હિટ કરવા માટે આ પ્રકારનાં શબ્દોનાં ઉપયોગની કોઇ જરરૂ નથી. આવા શબ્દોનાં ઉપયોગથી શો અને સામગ્રી અપ્રાકૃતિક લાગે છે. જ્યારે તેમનાં શોમાં આ પ્રકારનાં શબ્દો કે વાત થતી નથી તેથી તેમનો શો લોકો પસંદ કરે છે. જેવી ભાષાનો ઉપયોગ આ વેબ સિરીઝમાં થાય છે શું તમે તમારા માતા પિતા સાથે આ રીતે વાત કરી શકો છો ?