સૈફ અલી ખાને (Saif Ali Khan) ફિલ્મમાં પ્રખ્યાત સિંગર 'અભિમન્યુ વીર'નો રોલ અદા કર્યો છે. સુશાંત સિંઘ રાજપૂત (Sushant Singh Rajput)નું નામ ફિલ્મમાં મૈની છે અને સંજના સાંધીનું (Sanjana Sanghi) નામ કિજી બાસુ છે.
સુશાંત સિંઘ રાજપૂત (Sushant Singh Rajput)ની અંતિમ ફિલ્મ દિલ બેચારા (Dil Bechara) રિલીઝ થઇ ગઇ છે. ફિલ્મની કહાની, કલાકારોની એક્ટિંગ અને એ આર રહેમાનનું મ્યૂઝિક દર્શકોનાં દિલમાં વસી જાય તેવું છે.
2/ 6
ફિલ્મમાં સૈફ અલી ખાન એક નાનકડાં રોલમાં છે. પણ તે એ નાનકડાં રોલમાં જીવનનું સૌથી મોટુ સત્ય કહી જાય છે.
3/ 6
ફિલ્મમાં સૈફનાં આ નાનકડો રોલ ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. સૈફનો એક એક ડાઇલોગ જીવનનું સત્ય લાગે છે.
4/ 6
જીવનની સચ્ચાઇ જાણ્યા બાદ પણ આપણે ઘણાં વાયદા એકબીજાને કરીએ છીએ। હમેશાં હસતા રહેવાની સાથે જીવવાની કસમ ખાઇએ છીએ. પણ જ્યારે બેમાંથી એક દૂર થઇ જાય છે તો હસવાનો વાયદો પણ તૂટી જાય છે.
5/ 6
સૈફ અલી ખાનનાં આ નાનકડો રોલ બધાને ઘણો પસંદ આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો આ વાત સ્વીકારી રહ્યાં છે જીવન એકબીજા વગર અધુરુ છે. સુશાંતની અંતિમ ફિલ્મ જોયા બાદ ફેન્સ ભાવૂક થઇ રહ્યાં છે.
6/ 6
આ ફિલ્મ પ્રખ્યાત નોવેલિસ્ટ જોન ગ્રીનની બૂક 'ધ ફોલ્ટ ઇન આર સ્ટાર્સ' પર આધારિત છે. ફિલ્મને સંપૂર્ણ દેસી ટચ આપવામાં આવ્યો છે. તે સૌનાં દિલની નજીક થઇ જાય છે. ફિલ્મની ઇમોશનલ હળવી કોમેડી તેનો સૌથી મોટો સ્ટ્રોંગ પોઇન્ટ છે.