Home » photogallery » મનોરંજન » TARAK MEHTA: બાઘાએ રૂ. 61 હજારની હુડી પહેરી તો સોશિયલ મીડિયા પર ચર્ચાઓ થઇ ગઇ

TARAK MEHTA: બાઘાએ રૂ. 61 હજારની હુડી પહેરી તો સોશિયલ મીડિયા પર ચર્ચાઓ થઇ ગઇ

विज्ञापन

  • 17

    TARAK MEHTA: બાઘાએ રૂ. 61 હજારની હુડી પહેરી તો સોશિયલ મીડિયા પર ચર્ચાઓ થઇ ગઇ

    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોમાં બાઘા તરીકે નજર આવતો તન્મય વેકરિયા તેની આગવી અદાથી મોટી ફેન ફોલોઇંગ ધરાવે છે. શોમાં તે એકદમ સરળ મધ્યમ વર્ગીય વ્યક્તિનાં રૂપમાં દર્શાવવામાં આવે છે અને હમેશાં ચેક્સ શર્ટ અને ફોર્મલ પેન્ટમાં નજર આવે છે. પણ ગત દિવસોમાં શોમાં આવેલાં એપિસોડમાં તે 'રંગ તરંગ' રિસોર્ટમાં ફરવા ગયા હતાં તે સમયે તેણે હુડી પહેરી હતી. આ હુડી હાલમાં સોશિયલ મીડિયામાં ચર્ચાનું કારણ બની ગઇ છે. કારણ કે આ હુડીનો ભાવ 61 હજાર રૂપિયા છે.

    MORE
    GALLERIES

  • 27

    TARAK MEHTA: બાઘાએ રૂ. 61 હજારની હુડી પહેરી તો સોશિયલ મીડિયા પર ચર્ચાઓ થઇ ગઇ

    જેઠાલાલની દુકાનમાં કામ કરતા સમયે બાઘા મોટભાગે સિમ્પલ ચેક્સ શર્ટ અને પેન્ટમાં જોવા મળે છે. જોકે, રિસોર્ટમાં બાઘા એકદમ પાર્ટી મૂડમાં જોવા મળ્યો હતો. બાઘાએ ચેકના શર્ટને બદલે લાઇટ બ્લૂ રંગની હુડી પહેરી હતી. ચર્ચા છે કે આ હુડી એક બ્રાન્ડેડ કંપનીની છે અને હુડીની કિંમત 61 હજાર રૂપિયા છે.

    MORE
    GALLERIES

  • 37

    TARAK MEHTA: બાઘાએ રૂ. 61 હજારની હુડી પહેરી તો સોશિયલ મીડિયા પર ચર્ચાઓ થઇ ગઇ

    રંગ તરંગ રિસોર્ટમાં જ્યારે ગોકુલધામનું પુરુષ મંડળ પાર્ટી કરવાનું હોય છે તે ડ્રિંક બાઘા પી જાય છે અને પછી જે ધમાલ થાય છે તે તો આપ સૌએ જોઇ જ હતી. પણ આ એપિસોડ શૂટમાં બાઘાએ જે કપડાં પહેર્યા હતાં તે હાલમાં ચર્ચામાં આવી ગયા છે.

    MORE
    GALLERIES

  • 47

    TARAK MEHTA: બાઘાએ રૂ. 61 હજારની હુડી પહેરી તો સોશિયલ મીડિયા પર ચર્ચાઓ થઇ ગઇ

    વર્ષ 2010માં તન્મયને મળ્યું બાઘાનું પાત્ર- વર્ષ 2010માં તન્મયને બાઘાનો રોલ મળ્યો હતો. નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયકને તે સમયે બાયપાસ સર્જરી કરાવવી હતી અને તેમણે સિરિયલમાંથી બ્રેક લેવો હતો. તેમના સ્થાને બાઘાને લેવામાં આવ્યો હતો. બાઘાનું પાત્ર એટલું લોકપ્રિય થયું કે નટુકાકા શોમાં પરત આવી ગયા છતાં પણ તેને શોમાં રાખવામાં આવ્યો હતો. આ પહેલાં તન્મય આ શોમાં વિવિધ પાત્રો ભજવતો હતો, જેમાં તે ઓટો ડ્રાઈવર, ટેક્સી ડ્રાઈવર, ઈન્સ્પેક્ટર તો ક્યારેક ટીચરનો રોલ કરતો હતો.

    MORE
    GALLERIES

  • 57

    TARAK MEHTA: બાઘાએ રૂ. 61 હજારની હુડી પહેરી તો સોશિયલ મીડિયા પર ચર્ચાઓ થઇ ગઇ

    એક એપિસોડનાં 45000 રૂપિયા લે છે તન્મય વેકરિયા-ટીવી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના એક્ટર્સ જ્યાં સુધી શો સાથે જોડાયેલા હોય છે ત્યાં સુધી પ્રોડ્યૂસર અસિત મોદી કલાકારો કામ કરે કે ના કરે દર મહિને બેઝિક પગાર આપે છે.

    MORE
    GALLERIES

  • 67

    TARAK MEHTA: બાઘાએ રૂ. 61 હજારની હુડી પહેરી તો સોશિયલ મીડિયા પર ચર્ચાઓ થઇ ગઇ

    દરેક એક્ટરના અનુભવના હિસાબે બેઝિક સેલરી નક્કી કરેલી છે. બેઝિક સેલરી ઉપરાંત મહિનામાં જે-તે એક્ટર કેટલાં દિવસ શૂટિંગ કરે છે, તે પ્રમાણે ફી મળે છે. આ ફી દર ત્રણ મહિને આપવામાં આવે છે, જ્યારે બેઝિક સેલરી દર મહિને મળે છે. તન્મય વેકરિયાને દર મહિને બેઝિક સેલરી 1 લાખ રૂપિયા મળે છે, જ્યારે એક દિવસની ફી 45 હજાર રૂપિયા છે.

    MORE
    GALLERIES

  • 77

    TARAK MEHTA: બાઘાએ રૂ. 61 હજારની હુડી પહેરી તો સોશિયલ મીડિયા પર ચર્ચાઓ થઇ ગઇ

    ગુજરાતમાં જન્મેલા તન્મય વેકરિયાના પિતા અરવિંદ વેકરિયા જાણીતા સ્ટેજ ડ્રામા આર્ટિસ્ટ છે. તન્મયે થિયેટરમાં 15 વર્ષ સુધી કામ કર્યું હતું. ગુજરાતમાં જન્મેલા તન્મય વેકરિયાના પિતા અરવિંદ વેકરિયા જાણીતા સ્ટેજ ડ્રામા આર્ટિસ્ટ છે. તન્મયે થિયેટરમાં 15 વર્ષ સુધી કામ કર્યું હતું. તન્મય એક સમયે બેંકમાં નોકરી કરીને મહિને ચાર હજારની કમાણી કરતો હતો. બેંકમાં તે માર્કેટિંગ એક્ઝિક્યૂટિવનું કામ કરતો હતો. જોકે, 'તારક મહેતા..' સિરિયલે તેનું જીવન જ બદલી નાખ્યું. આ શોએ માત્ર તેને લોકપ્રિયતા જ નહીં, પરંતુ પૈસા પણ આપ્યા.

    MORE
    GALLERIES