Bollywood: નેપોટિઝમ (Nepotism) અને તેના કારણે લોકોને જે મુશ્કેલી પડે છે અને તે કેટલું ખરાબ છે તેની ચર્ચા તો ચારેકોર ચાલતી જ હોય છે. એ વાત જુઠલાવી શકાય એમ નથી કે માત્ર નેપોટિઝમને કારણે જ કેટલાક એક્ટર્સ આજે સિલ્વર સ્ક્રિન પર જોવા મળી રહ્યા છે. પણ નેપોટિઝમ દરેક વખતે મેજિકલ કાર્ડ નથી બની શકતું. આજે અમે આપને એવા કેટલાક સ્ટાર કિડ્સ (Star Kids) વિશે જણાવીશું, જે નેપોટિઝમ છતા પણ નિષ્ફળ નિવડ્યા (Flop Star kids) અને કોઈ કમાલ બતાવી શક્યા નહીં.
સૂરજ પંચોલી - સૂરજ પંચોલી બોલીવુડ એક્ટર આદિત્ય પંચોલીનો પુત્ર છે. વર્ષ 2015માં ફિલ્મ હીરો સાથે સૂરજે બોલીવુડ (Bollywood) માં ડેબ્યૂ (debut) કર્યું હતું. આ ફિલ્મમાં તેણે લીડ રોલ કર્યો હતો અને ફિલ્મમાં તેની અપોઝિટ અથિયા શેટ્ટીને કાસ્ટ કરવામાં આવી હતી. સૂરજની આ ડેબ્યૂ ફિલ્મ સલમાન ખાનની દેખરેખ હેઠળ બનાવવામાં આવી હતી, તે છતાં પણ ફિલ્મ સારું પ્રદર્શન ન કરી શકી. સાથે જ ફિલ્મના રિલીઝ સમયે તેનાં વિશે વિવિધ અફવાઓ પણ વહેતી થઈ જેને કારણે તેનું નામ કોન્ટ્રોવર્સીમાં આવ્યુ અને ત્યારબાદ તેને કોઈ ફિલ્મ પણ ન મળી શકી. આ ફિલ્મના ઘણા સમય બાદ તેને સેટેલાઈટ શંકર નામની ફિલ્મ મળી પણ તે ફિલ્મ પણ ફ્લોપ સાબિત થઈ.
3. હરમન બાવેજા - હેરી બાવેજાના પુત્ર હરમન બાવેજા પાસેથી લોકોને બોલીવુડમાં એક સારા દેખાવની અપેક્ષાઓ હતી, કેમ કે હરમનનો લુક જોવામાં હ્રિતીક રોશનને મળતો આવે છે. આ કારણે તેને બોલીવુડમાં કામ પણ મળ્યું. પણ હરમનની ફિલ્મોની પસંદગી, તેના ફિલ્મોની સ્ટોરીલાઈન અને પ્લોટ એટલા સારા ન હતા કે તે એક એક્ટર તરીકે લોકોના દિલોમાં જગ્યા બનાવે. તેને બોલીવુડમાં ખૂબ ઓછી ફિલ્મોની ઓફર કરવામાં આવી. હરમન અભિનીત ફિલ્મોમાં લવસ્ટોરી 2050, વોટ્સ યોર રાશિ અને વિક્ટરી જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.
4. ફરદીન ખાન - ફરદીન ખાન જાણીતા અને દિગ્ગજ ફિલ્મ અભિનેતા ફિરોઝ ખાનનો પુત્ર છે. વર્ષ 1998માં ફરદીને પોતાનો બોલીવુડ ડેબ્યુ કર્યું હતું. તેની ડેબ્યુ ફિલ્મનું નામ પ્રેમ અગન હતું, આ ફિલ્મ પરદા પર કોઈ ખાસ કમાલ ન કરી શકી અને ફ્લોપ સાબિત થઈ. પ્રથમ ફિલ્મ જ ફ્લોપ થવાને કારણે ફરદીનના બોલીવુડ કરિયર પર તેની ખરાબ અસર જોવા મળી. ફરદીન પ્યાર તુને ક્યા કિયા અને જંગલ જેવી ફિલ્મો કરી પણ પોતાના કરિયરને સેટલ કરવાનો પ્રયત્ન કરી ચુક્યો છે, છતાં આ ફિલ્મો પણ તેને મદદરૂપ ન થઈ શકી.
5. ઉદય ચોપડા - લિજેન્ડરી યશ ચોપડાના પુત્ર હોવા છતા ઉદય બોલીવુડમાં ખાસ કંઈ ઉકાળી શક્યો નહીં. શરૂઆતમાં પોતાના પિતાના નામને કારણે તેના સફળ થવાના અણસાર લોકોને દેખાતા હતા, પરંતુ બદકિસ્મતીથી તે લોકોની અપેક્ષાઓ પર ખરો ન ઉતર્યો અને બોલીવુડમાં ફ્લોપ એક્ટર્સના લિસ્ટમાં શામેલ થઈ ગયો. ઉદય ચોપરા અમિતાભ બચ્ચન (Amitabh Bachchan), શાહરુખ ખાન (Shahrukh Khan) , ઐશ્વર્યા રાય (Aishwarya rai) જેવા મોટા સ્ટાર્સ સાથે ફિલ્મ મોહબ્બ્તેમાં પણ કામ કરી ચુક્યો છે. ફિલ્મે બોક્સઓફિસ (Box Office) પર સારું પ્રદર્શન કર્યું પણ તેનો લાભ તેના કરિયરને ન મળ્યો. તેના ફ્લોપ કરિયરને કારણે તેની પાસે મોટા સપોર્ટ હોવા છતા તે હવે ફિલ્મોથી દૂર જ રહે છે.
6. મહાઅક્ષય ચક્રવર્તી - બોલીવુડના ડિસ્કો ડાન્સર મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty)ના પુત્ર મહાઅક્ષયે વર્ષ 2008માં ફિલ્મ જીમ્મીથી પોતાનું ડેબ્યૂ કર્યું હતું, પરંતુ તેની પહેલી જ ફિલ્મ તેની સૌથી ખરાબ ફિલ્મ સાબિત થઈ. એકબાદ એક સળંગ ખરાબ ફિલ્મો કરવાને કારણે તેનું બોલિવુડ કરિયર સાવ તળિયે આવી ગયું અને પોતાના જમાનામાં સુપર સ્ટાર રહેલા મિથુનના પુત્રે ઓડિયન્સની અપેક્ષાઓ પર પાણી ફેરવી દીધું.