આદિત્ય પંચોલી દ્વારા દાખલ કરવામાં આવેલાં માનહાનિ કેસમાં એક્ટ્રેસ કંગના રનૌટ અને તેની બહેન રંગોલી ચંદેલે કોર્ટ દ્વારા પાઠવવામાં આવેલા સમન બાદ શુક્રવારે મુંબઇનાં અંધેરી મેટ્રોપોલિટન કોર્ટમાં હાજર થવાનું છે. જેથી તે વર્ષ 2017માં આદિત્ય પંચોલી અને તેની પત્ની દ્વારા ફાઇલ કરવામાં આવેલાં માનહાનિનાં કેસમાં કોર્ટમાં હાજર થવા માટે એક્સમ્શન લઇ શકે કે પછી કેસને ચેલેન્જ કરી શકે.