શાહરૂખ ખાન (Shah Rukh Khan) લાંબા વિરામ બાદ ફરી ફિલ્મો માટે શૂટિંગ કરી રહ્યા છે. 22 જૂને રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટે 'જવાન' ફિલ્મની જાહેરાત કરી હતી. એટલા કુમાર દ્વારા નિર્દેશિત આ એક્શન ફિલ્મમાં શાહરૂખ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે. હવે સમાચાર મળ્યા છે કે આ પાવર પેક્ડ એન્ટરટેનર ફિલ્મમાં દીપિકા પાદુકોણ પણ જોવા મળશે.