બોલિવૂડની અભિનેત્રી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ 14-15 નવેમ્બરના રોજ લગ્નના બંધનમાં બંધાશે. શુક્રવારે બન્ને ઇટાલી રવાના થઇ ચુક્યા છે. તેની સાથે, અનેક મહેમા પણ ગયા છે. બંનેએ વ્હાઇટ કલરના કપડા પહેર્યા હતા જેમાં તેઓ ખૂબ સુંદર દેખાતા હતા. દીપિકા માટે લગ્નની તૈયારીમાં ખાસ વસ્તુ છે, જેના માટે ખાસ તૈયારીઓ પણ શરૂ થઈ છે.