<br />એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણની (Deepika Padukone) મેનેજર કરિશ્મા પ્રકાશ (Karishma Prakash) ફરી એક વખત ચર્ચામાં છે. ખબર છે કે NCBએ ફરી એક વખત કરિશ્મા પ્રકાશને સમન બજાવ્યું છે. અને આજે તેને પૂછપરછ માટે બોલાવવામાં આવી છે. એક રિપોર્ટ અનુસાર, દીપિકાની મેનેજર કરિશ્મા પ્રકાશનાં ઘરમાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું. નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો એટલે કે NCBએ મંગળવારે તેનાં ઘરની તલાશી લીધી હતી. આજે તેનાં ઘરની તપાસમાં એકથી વધુ પ્રકારનાં ડ્રગ્સ મળ્યાં હતાં. જોકે તેની માત્રા ઘણી જ ઓછી હતી. NCBએ કરિશ્માને મંગળવારે જ સમન્સ બજાવ્યાં હતાં પણ તે આવી ન હતી. તેથી તેને બુધવારે બુધવારે ફરી બોલાવવામાં આવી છે.
આપને જણાવી દઇએ કે, આ સમન બીજી વખત મોકલવામાં આવ્યું છે. આ પહેલાં સ્પટેમ્બર મહિનામાં દીપિકા અને કરિશ્માની એક વોટ્સએપ ચેટ સામે આવી હતી જેમાં માલ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જે મામલે બંનેને સમન્સ બજાવવામાં આવ્યાં હતાં. અને આ મામલે NCBએ તેમની કડક પૂછપરછ પણ કરી હતી. તે સમયે દીપિકાએ ડ્રગ ચેટનો ઇન્કાર કર્યો હતો પણ આ અંગે કરિશ્માએ કબૂલ્યું હતું કે, તેમણે ચેટમાં 'માલ' મંગાવ્યો હતો જેનો અર્થ સિગરેટ થાય છે.