દીપિકા પાદુકોણ (Deepika Padukone) બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. દીપિકા ખૂબ જ છટાદાર રીતે લોકો સામે પોતાના દિલની વાત રાખે છે. તેના શબ્દો એટલા તેજસ્વી છે કે લોકો તેનાથી સહેલાઈથી પ્રભાવિત થઈ જાય છે અને તેની આ ખૂબીના દિવાના થઇ જાય છે. દીપિકા અને 'વોગ ઈન્ડિયા' (Vouge India) મેગેઝિન વચ્ચેની વાતચીતમાં કંઈક આવું જ જોવા મળ્યું હતું.
બેગમાં બીજી કઇ વસ્તુઓ રાખે દીપિકા? - ઈન્ટરવ્યુમાં આગળ, દીપિકા કેટલીક રસપ્રદ બાબતો જણાવી હતી અને કહ્યું હતું કે, તે તેની બેગમાં માઉથ ફ્રેશનર, પેન્સિલ-ડાયરી, સેફ્ટી પિન અને બેન્ડેજ પણ રાખે છે, આ બધી વસ્તુઓ તેના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. દીપિકા પાદુકોણના આ ખુલાસાઓ તેના ફેન્સ માટે ખરેખર રસપ્રદ છે.