મુંબઈઃ બોલિવૂડમાં સ્ટારડમને લઈને ઘણા એક્ટર્સ વચ્ચે ટશન જોવા મળે છે. આ કારણે કેટલીક એક્ટ્રેસીસ વચ્ચે દોસ્તી થતા થતા રહી જાય છે તો ક્યારેક અફેરના કારણે તેમની વચ્ચે 36નો આંકડો થઇ જાય છે. કેટલીક હસીનાઓ તો કોઇ પાર્ટી અથવા ફિલ્મ ઇવેન્ટમાં જબરદસ્તી એકબીજા સામે સ્માઇલ કરે છે, જ્યારે ઘણી એકબીજાને બિલકુલ જોવા જ માંગતી નથી. આ લિસ્ટમાં જયા બચ્ચન-રેખા (Jaya Bachchan-Rekha)થી લઈને કરીના કપૂર(Kareena Kapoor)-પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) સામેલ છે. ચાલો આજે બોલીવુડની 8 હસીનાઓ વચ્ચેના ઝઘડાનું કારણ જણાવીએ.
જો કે હવે લગ્ન કર્યા બાદ બંને પોતપોતાની દુનિયામાં ખુશ છે, પરંતુ રણબીર કપૂરને કારણે દીપિકા અને કેટરીના વચ્ચે જે અણબનાવ થયો હતો તે આજ સુધી દૂર થઈ શક્યો નથી. કહેવાય છે કે દીપિકા અને રણબીર વચ્ચેના અફેરનો અંત કેટરિનાના કારણે થયો હતો. દીપિકા સાથે બ્રેકઅપ થયા બાદ રણબીર કેટરીના સાથે રિલેશનશિપમાં આવ્યો હતો. જોકે ત્રણેય એક્ટર્સે અલગ-અલગ લાઇફ પાર્ટનર પસંદ કર્યા હતા. (ફોટો ક્રેડિટ : katrinakaif/deepikapadukone/Instagram)
સલમાન ઘણીવાર ફિલ્મના સેટ પર હંગામો મચાવતો હતો, જેના કારણે મેકર્સે ઐશ્વર્યાની જગ્યાએ રાની મુખર્જીને કાસ્ટ કરી હતી. આ કારણે ઐશ્વર્યા રાની પર ગુસ્સે થઈ ગઈ હતી. તે જ સમયે, રાનીના લગ્ન પહેલા અભિષેક બચ્ચન સાથે થવાના હતા અને બાદમાં ઐશ્વર્યા રાય બચ્ચન પરિવારની વહુ બની ગઇ. (ફોટો ક્રેડિટ : aishwaryaraibachchan_arb/YRF/Instagram)