મુંબઈ : વિરાટ કોહલી (Virat Kohli) અને અનુષ્કા શર્મા (Anushka Sharma) 11 જાન્યુઆરી 2021ના રોજ એક બાળકી (Girl)ના માતા-પિતા બન્યા હતા. પરિવારમાં દીકરીના આગમનથી વિરાટ અને અનુષ્કાના જીવનમાં ઉત્સાહ અને ખુશીનો માહોલ છે. જીવનનો આ તબક્કો વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના જીવનની શાનદાર ક્ષણ છે. ક્રિકેટર્સ (Cricketers) દેશની મોટી સેલિબ્રિટી (Celebrities) છે, તેથી તેમના પરિવાર (Family)ના સભ્યો પણ ઘણીવાર ચર્ચામાં રહે છે. આ બધાની વચ્ચે આજે આ લેખમાં આપણે ભારત (India)ના 4 એવા ક્રિકેટર્સ વિશે જાણીશું, જેમની દીકરીઓ (cricketer Daughter) કોઈ સેલિબ્રિટીથી ઓછી નથી.
સચિન તેંડુલકર- સારા તેંડુલકર - ક્રિકેટના ઇતિહાસમાં સૌથી મહાન બેટ્સમેન સચિન તેંડુલકરને 12 ઓક્ટોબર 1997ના રોજ એક બાળકીનો જન્મ થયો હતો. સારા તેંડુલકરે મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી સ્કૂલિંગ કર્યું અને પછી યુનિવર્સિટી કોલેજ લંડનમાંથી મેડિસિનમાં સ્નાતક થયા. સચિનની પ્રિય સારા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર તેના જબરદસ્ત ફોટા શેર કરતી રહે છે.
એમએસ ધોની- ઝીવા ધોની - ભૂતપૂર્વ મહાન ભારતીય બેટ્સમેન એમએસ ધોનીની પુત્રી, જીવા હાલમાં કોઈ સેલિબ્રિટી કરતા ઓછી નથી. રસપ્રદ વાત એ છે કે તે હવે માત્ર 6 વર્ષની છે. વાસ્તવમાં ધોનીએ તેની પુત્રી જીવા માટે એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું છે અને તેના ઘણા ફની ફોટો અને વીડિયો શેર કરતો રહે છે. આ જ કારણ છે કે તે લાઇમલાઇટમાં રહે છે.
રોહિત શર્મા - સમાયરા શર્મા - રોહિત શર્મા મર્યાદિત ઓવરોની ક્રિકેટની વાત આવે ત્યારે વિરાટ કોહલીની સાથે શ્રેષ્ઠ ખેલાડીઓમાંનો એક છે. રોહિત શર્માએ ડિસેમ્બર 2015માં રિતિકા સજદેહ સાથે લગ્ન કર્યા અને તેમને ડિસેમ્બર 2018માં એક પુત્રી સમાયરાનો જન્મ થયો. રોહિતની દીકરી પણ સોશિયલ મીડિયા પર પ્રભુત્વ ધરાવે છે. વાસ્તવમાં, રોહિત અને રિતિકા અવારનવાર તેમની પુત્રીનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરે છે. આ સિવાય સમાયરા પણ સ્ટેડિયમમાં તેના પિતાને ચીયર કરવા આવે છે.
સૌરવ ગાંગુલી- સના ગાંગુલી - વર્તમાન BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીને તેમના કેપ્ટન તરીકેના કાર્યકાળ દરમિયાન વિદેશમાં ભારતીય ક્રિકેટ ટીમને મજબૂત બનાવવાનો શ્રેય આપવામાં આવે છે. કોલકાતાના પ્રિન્સે પોતાની કારકિર્દીમાં ઘણી મોટી સિદ્ધિઓ હાંસલ કરી છે. દાદા પણ એક દીકરીના પિતા છે. સૌરવ અને ડોના ગાંગુલી 3 નવેમ્બર 2001ના રોજ સના ગાંગુલીના માતા-પિતા બન્યા હતા. સના એક પ્રશિક્ષિત ઓડિસી ડાન્સર પણ છે અને તાજેતરમાં, તેણી તેના પિતા સૌરવ સાથે એક જાહેરાતમાં જોવા મળી હતી. સના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. આ સિવાય જાહેરાતોમાં કામ કર્યા બાદ તેની લોકપ્રિયતા વધી છે.