રોહિત શેટ્ટી નિર્દેશક ફિલ્મ સર્કસનું ગીત કરંટ લગા રિલીઝ કરી દીધું છે. આ ગીતમાં રિયલ લાઈફ કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ જોવા મળી રહ્યા છે. ગીતમાં બંનેની જોડી ખુશ સુંદર લાગી રહી છે. બંનેએ પોતાના ડાન્સથી લોકોને ઈમ્પ્રેસ કરી દીધા છે. ગીતમાં દીપિકા રણવીરની એનર્જી જોવા મળી રહી છે.(Pics by Sachin Gokhale)
કલાકારોની ભરપૂર છે આ ફિલ્મ: રોહિત શેટ્ટીની આ કોમેડી ફિલ્મમાં રણવીર સિંહની સાથે કલાકારોની ફોજ જોવા મળશે. આ ફિલ્મમાં પૂજા હેગડે, જોની લીવર, જેકલીન ફર્નાન્ડીઝ, વરુણ શર્મા, સંજય મિશ્રા, મુકેશ તિવારી, વ્રજેશ હિરજી, સિદ્ધાર્થ જાધવ, વિજય પાટકર, સુલભા આર્ય, અનિલ ચરણજીત, અશ્વિની કાલસેકર, મુરલી શર્મા, ટીકુ તલસાનિયા, રાધિકા બંગીયા, બ્રિજેન્દ્ર કાલા, સૌરભ ગોખલે, આશિષ વારંગ, ઉમાકાંત પાટીલ અને ઉદય ટીકેકર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ ક્રિસમસના અવસર પર 23 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. (Pics by Sachin Gokhale)