

લખનઉઃ બોલિવૂડ સિંગર કનિકા કપૂર (Kanika Kapoor)ને રવિવાર સવારે SGPGI હૉ સ્પિટલથી રજા મળી ગઈ છે. પીજીઆઈથી મળેલી જાણકારી મુજબ, કનિકા કપૂરનો છઠ્ઠો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેને ડિસ્ચાર્જ કરવામાં આવી છે. હાલ બાલિવૂડ સિંગરને 14 દિવસ સુધી પોતાના ઘરમાં ક્વૉરન્ટાઇન (Quarantine) રહેવું પડશે. તેનો અર્થ એ થયો કે આ અવધિમાં તેઓ કોઈને મળી નહીં શકે.


મળતી માહિતી મુજબ, હવે કનિકા કપૂર ખતરાથી બહાર છે. આ પહેલા બોલિવૂડ સિંગર કનિકા કપૂરનો પાંચમો રિપોર્ટ પણ નેટેગિટ આવ્યો હતો.


નોંધનીય છે કે, કનિકા કપૂર 9 માર્ચે લંડનથી પરત ફરી હતી, ત્યારબાદ તેણે 20 મોર્ચે પોતે કોરોના પોઝિટિવ હોવાની વાત જાહેર કરી હતી.


ત્યારબાદ તેની જાતે કોરોના પોઝિટિવ હોવાની વાત છુપાવી હોવાના અને બેદરકારી રાખવાના આરોપ લાગ્યા હતા. કનિકા કપૂરને લઇને હાલમાં જ તેમના ડોક્ટરે અપડેટ આપી છે. જે મુજબ કનિકા કપૂરની તબિયત સ્થિર છે. ગત રવિવારે તેનો ચોથો રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી ડોક્ટર્સે કનિકાની દવાઓ અને ખાણીપીણીમાં થોડો ફેરફાર કર્યા છે.


જોકે, સિંગરનું કહેવું છે કે જ્યારે તે ભારત પરત આવી હતો તો દેશમાં સેલ્ફ આઇસોલેશન જેવી કોઈ વ્યવસ્થા લાગુ નહોતી થઈ. પરંતુ 10 માર્ચે લોકો હોળી રમી રહ્યા હતા.