રાખી સાવંતે ડ્રગ્સના મુદ્દા પર વાત કરતા સવાલ કર્યો હતો કે શા માટે માત્ર સેલિબ્રિટી અને તેમના બાળકોને જ ટાર્ગેટ કરવામાં આવે છે અથવા ધરપકડ કરવામાં આવે છે. એક્ટ્રેસ કંગના રનૌતના નિવેદનને યાદ કરતા તેણે કહ્યું કે, 'માત્ર બોલિવૂડ જ નહીં, આખું ભારત ગટર છે કારણ કે માત્ર સેલિબ્રિટી જ નહીં પરંતુ ઘણા સામાન્ય લોકો પણ ડ્રગ્સ, આલ્કોહોલ અને સ્મોકિંગ કરે છે.'