તૂટેલા દાંત, હસતી-રમતી, મરાઠી મુગલી બનેલી કોમેડી સર્કસની ગંગુબાઈ તો તમને યાદ જ હશે, પરંતુ હાલ ઘણુ બધું બદલાઈ ગયું છે. રિયાલિટી શોમાં પોતાના અંદાજથી સૌ કોઈને હસવા માટે મજબૂર કરી દેનારી એક નાનકડી છોકરીનું નામ સલોની દૈની છે, જેનો લુક હાલ સંપૂર્ણ રીતે બદલાઈ ગયો છે. કોમેડી સર્કસની ક્યૂટ અને પ્યારી ગંગુબાઈ હવે મોટી થઈ ગઈ છે અને ખૂબ જ ગ્લેમરસ પણ દેખાઈ રહી છે. સલોની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો હંમેશા ફેન્સ સાથે શેર કરતી રહે છે.