

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડમાં ડ્રગ્સ (Drugs) મામલે મચેલી હલચલ બાદ હવે ટીવી ઇન્ડસ્ટ્રીથી પણ ચોકાવનારી ખબર સામે આવી છે. જાણીતી કોમેડિયન ભારતી સિંહ (Bharti Singh) અને પતિ હર્ષ લિંબાચિયા (Harsh Limbachiya)ની સાથે NCBની ઓફિસ પહોંચી ગઇ છે. ત્યાંથી તેમની કેટલીક તસવીરો સામે આવી છે. NCBની ટીમ સતત બોલિવૂડ અને સ્મોલ સ્ક્રિન સાથે જોડાયેલી હસ્તીઓનાં ઘરે રેઇડ પાડી રહી છે. આ કડીમાં NCBની ટીમ શનિવારે કોમેડિયન ભારતી સિંહનાં ઘરે છાપો માર્યો હતો. હવે ભારતી તેનાં પતિ હર્ષની સાથે NCBની મુંબઇ સ્થિત ઓફિસે પહોંચ્યો છે. (Photo Credit- @ANI/Twitter)


કોમેડિયન ભારતી અને તેનાં પતિ હર્ષ લિંબાચિયા મુંબઇ સ્થિત NCBની ઓફિસ પહોચ્યા હતાં. આ પહેલાં NCBની ટીમે ભારતીનાં ઘરે રેઇડ પાડી હતી. (Photo Credit- Viral Bhayani)


આ મામલે અત્યાર સુધીમાં ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા તરફથી હજુ સુધી કોઇ પ્રતિક્રિયા આવી નથી. NCBએ ઓફિસની બહાર બંનેની તસવીરો સામે આવી છે. (Photo Credit- Viral Bhayani)


નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ટીમે આજે શનિવારે ભારતી સિંહ અંધેરી વિસ્તારમાં આવેલાં ઘરે છાપો માર્યો અને ત્યાંથી ડ્રગ્સ મેળવ્યું હતું. જે સમયે NCBની ટીમે આ કાર્યવાહીને અંજામ આપ્યો હતો તે સમયે ભારતીય સિંહ અને તેનો પતિ હર્ષ ઘર પર જ હાજર હતાં. અત્યાર સુધીની જાણકારી મુજબ ભારતીનાં ઘરેથી ગાંજો મળી આવ્યો છે. (Photo Credit- Viral Bhayani)