એકતા કપૂરનાં શો 'યે હૈ મોહાબ્બતે'ની લિડ એક્ટ્રેસ અદિતી ભાટીયા અને અવંતિકા હુંડાલ એટલે કે 'રુહી અને તેની માસી મિહીકા' વચ્ચે છેલ્લા ઘણા સમયથી કોલ્ડ વોર ચાલી રહ્યું છે. બંને એકબીજાને સેટ પર બોલાવવાનું ટાળે છે. આ વાત શોની આખી યુનિટ પણ જાણે છે. આ સમાચાર સેટ પરની જ એક વ્યક્તિ દ્વારા કહેવામાં આવ્યા હતાં.