સુપરસ્ટાર ચિરંજીવીએ તેની પોસ્ટમાં લખ્યું છે, 'ફિલ્મ આચાર્યનાં શૂટિંગ પહેલાં પ્રોટોકોલ હેઠળ મને કોવિડ ટેસ્ટ કરાવ્યો જેમાં દુર્ભાગ્યથી હું કોરોના પોઝિટિવ આવ્યો છું. મારી અંદર કોરોનાનાં કોઇ લક્ષણ ન હતાં. મે પોતાની જાતને ઘરમાં ક્વૉરન્ટીન કરી લીધો છે. ગત 5 દિવસમાં મને જે પણ લોકો મળ્યાં છે તે તમામને અપીલ છે કે તેઓ તેમનો કોરોના ટેસ્ટ કરાવી લે. જલ્દી જ મારા ઠીક થવાની સૂચના આપીશ.'
આપને જણાવી દઇએ કે, તેલુગૂ ઉપરાંત કન્નડ, તમિલ અને હિન્દી ફિલ્મોમાં પણ તેમણે કામ કર્યું છે, તેમણે 1978માં ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું. ગત વખતે ચિરંજીવી સુપરહિટ ફિલ્મ 'સે રા નરસિમ્હા રેડ્ડી'માં નજર આવ્યાં હતાં. જેમાં અમિતાભ બચ્ચન પણ નાનકડી ભૂમિકા અદા કરી છે. હવે તેમની ફિલ્મ 'આચાર્ય'ની શૂટિંગ ચાલી રહી છે.