

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ગત દિવસોમાં બિગ બોસ 13 (Bigg Boss 13) ની સ્પર્ધક શહનાઝ ગિલ (Shenaaz Gill) અને બાલિકા વધુ (Balika Vadhu)ની આનંદીએ વજન ઘટાડી બોડી ટ્રાન્સફર્મેશન ઘણું ચર્ચામાં રહ્યું હતું. એક્ટ્રેસે લોકડાઉનની વચ્ચે તેનું વજન ઘટાડીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતાં. હવે ટીવી ઇન્ડસ્ટ્રીની નાનકડી ગંગૂબાઇ એટલે કે સલોની ડેની (Saloni Diani)નું ટ્રાન્સફોર્મેશન ચર્ચાનો વિષય બની ગઇ છે. 19 વર્ષની સલોની ડૈની કોમેડી સર્કસ મહાસંગ્રામ (Comedy Circus Mahasangram)માં ગંગૂબાઇનું કિરદાર અદા કરી ટીવી ઇન્ડસ્ટ્રીમાં પોતાની ખાસ જગ્યા બનાવી ચૂકી છે. કોમેડીમાં તેની પરફેક્ટ ટાઇમિંગથી સલોનીએ સૌને ચોકાવી દીધા છે. (photo credit: instagram/@salonidaini_)


સલોની ન ફક્ત ટીવી પણ હિન્દી અને મરાઠી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. એટલે કે તે ટીવી ઇન્ડસ્ટ્રી જ નહીં પણ ફિલ્મ જગતમાં પણ નામ કમાઇ ચૂકી છે. (photo credit:instagram/@salonidaini_)


સલોની મજુબ તે તેને તેનાં વજનને કારણે હમેશાં બોડી શેમિંગનો શિકાર થવો પડતો હતો. (photo credit: instagram/@salonidaini_)


ઘણાં લોકો તેનાં વધુ વજનનો મજાક બનાવતા હતાં. સોશિયલ મીડિયા પર પણ તેને તેનાં વજનને કારણે ઘણું સાંભળવું પડતું હતું. (photo credit: instagram/@salonidaini_)


એવામાં હવે તેણે વજન ઉતારવાનો નિર્ણય કર્યો હતો અને લોકડાઉનનાં સમયમાં ઘણી મહેનત કરીને તેણે ખાસુ વજન ઉતારી લીધુ છે. (photo credit: instagram/@salonidaini_)


સલોનીની આ તમામ તસવીરો તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે. (photo credit: instagram/@salonidaini_)