ચંદ્રાયાન 2 (Chandrayaan 2), ચંદ્ર પર સફળ રીતે લેન્ડ થવાનું જ હતું અને ભારતીય વૈજ્ઞાનિકોએ લેન્ડર સાથે સંપર્ક ગુમાવ્યો. ઉલ્લેખનીય છે કે ચંદ્રાયાન 2 ને લઇને નાના મોટા તમામ લોકોમાં ભારે ઉત્સુકતા હતી. અને અનેક લોકો મોડી રાત સુધી આ પરીક્ષણને નજરે જોવા જાગ્યા પણ હતા. તમામ લોકોની નજર આ પરીક્ષણની સફળતા પર હતી. અને બોલિવૂડ પણ તેમાંથી બાકાત નહતું. જો કે લેન્ડર વિક્રમથી સંપર્ક તૂટવાથી વૈજ્ઞાનિકો મુશ્કેલમાં મૂકાયા હતા. જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ તમામ વૈજ્ઞાનિકોની હિંમત વધારી હતી. જો કે ચંદ્રયાન 2 ના લેન્ડર વિક્રમનો સંપર્ક તૂટવાથી સોશિયલ મીડિયામાં પણ લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. અને બોલીવૂડે પણ આ પ્રસંગે ઇસરોની પીઠ થપથપાવી હતી.