ધ કપિલ શર્મા શો 10 સપ્ટેમ્બરથી ફરીથી દર્શકોને હસાવવા માટે આવી રહ્યો છે. રિપોર્ટ્સના અનુસાર, આ વખતે કપિલની સાથે કૃષ્ણા અભિષેક જ નહીં હોય પરંતુ તમને જણાવી દઈએ કે એક અન્ય કોમેડિયન છે જે આ વખતે લાફ્ટર ડોઝવાળા આ શોનો ભાગ નહીં હોય. કપિલ શર્માનો સારો મિત્ર ચંદન પ્રભાકર એટલે કે ચંદુ પણ આ શોથી બહાર થઈ ગયો છે.
[caption id="attachment_1247790" align="alignnone" width="1600"] ચંદને કહ્યું કે, તે ઓફિશિયલી કપિલના શોથી આઉટ થઈ રહ્યો છે. ચંદન કપિલની ઓસ્ટ્રેલિયા ટૂરથી પણ બહાર હતો. આ ટૂર પર કિકૂ શારદા, કૃષ્ણા અભિષેક તેની સાથે જોવા મળ્યા હતા. ચંદન ધ કપિલ શર્મા શોની નવી સિઝનના પ્રોમોમાં જોવા મળ્યો હતો. આ સિઝનમાં તેનું કેરેક્ટર અપગ્રેડ કરવામાં આવ્યું હતું. તેની પત્ની અને બાળકો પણ બતાવવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં તેને શોને અલવિદા કહેવાથી ફેન્સને પણ ઝટકો લાગ્યો છે.</dd> <dd>[/caption]
ચંદન પહેલા કૃષ્ણા અભિષેક અને ભારતી સિંહે પણ કન્ફર્મ કર્યું હતું કે તેઓ ધ કપિલ શર્મા શોનો ભાગ નહીં હોય. કૃષ્ણાએ કન્ફર્મ કર્યું હતું કે મોનેટરી એગ્રીમેન્ટના કારણે આવું થઈ રહ્યું છે. તેમજ ભારતીએ કહ્યું હતું કે તેણે બ્રેક જોઈએ છે. તેણે જણાવ્યું હતું કે મારું બેબી છે અને બીજા પ્રોજેક્ટ્સ પણ છે, જેને સાથે સાથે કરી રહી છું. આવી સ્થિતિમાં હું વધારે પ્રેશર લેવા નથી માગતી.