મુંબઇ: ગત વર્ષે બોલિવૂડમાં #MeToo મૂવમેન્ટમાં ઘણાં મોટા નામ પર ખુલાસો થયો. અને લોકો હેસાન થઇ ગયા. ઘણી મોટી હસ્તિઓ પર યૌન શોષણ અને રેપ જેવાં આરોપો લાગ્યા. જોકે આ મામલે કેટલાંક સેલિબ્રિટીઝને ક્લિન ચિટ પણ મળી ગઇ. પણ બોલિવૂડમાં કાસ્ટિંગ કાઉચને લઇને આજની તારીખમાં પણ વાદ વિવાદ ચાલુ જ છે. હાલમાં જ એક જાણીતી ટીવી એક્ટ્રેસ ચાહત ખન્ના (Chahat Khanna) એ #MeToo મૂવમેન્ટ સાથે જોડાયેલો એક મોટો ખુલાસો કર્યો છે. અને ફરી એક વખત તે ચર્ચામાં આવી ગઇ છે.
MeToo મૂવમેન્ટની એક ફેશન કહી દીધી છે. તેની વાત સાચેમાં કંઇક વિચારવા પર મજબૂર કરી દે છે. ચાહતે હાલમાં જ સ્પોટબોયને આપેલાં ઇન્ટરવ્યૂમાં અંગત જીવન અને મનોરંજન ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલાં ઘણાં મુદ્દાઓનો ખુલાસો કર્યો હતો. કાસ્ટિંગ કાઉચ અંગે પ્રશ્નમાં તેણે કહ્યું કે, 'ફિલ્મોમાં કાસ્ટિંગ કરવા અંગે એક નિયમ છે. જો હું તારા માટે આ કરી રહ્યો છું તો તારે પણ બદલામાં મારા માટે આ કરવું પડશે. તે એક્ટ્રેસ અને મેકર્સ વચ્ચેનો મામલો છે. એવું કોઇ જ ફરમાન નથી. જોકે આજનાં સમયમાં કાસ્ટિંગ કાઉચ એક હદે ઓછુ થઇ ગયુ છે. '