ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાઇરસ મિસ્ત્રીનું રવિવારના રોજ નિધન થયુ. સાયરસ મિસ્ત્રી 54 વર્ષના હતા. મુંબઇ પાસે પાલઘરમાં રોડ અકસ્માતમાં સાયરસ મિસ્ત્રીનું મૃત્યુ થયુ. સાઇરસ મિસ્ત્રીની મર્સિડીઝ કાર અમદાવાદ-મુંબઇ હાઇવે પર કાસા પાસે ડિવાઇડર સાથે અથડાતા કારની એરબેગ ખુલી ગઇ, પરંતુ સાઇરસ મિસ્ત્રી સહિત બે લોકોનો જીવ બચી શક્યો નહિં અને કરુણ મોત નિપજ્યું. કારમાં 4 લોકો સવાર હતા. જોકે, સાયરસ મિસ્ત્રીના અચાનક નિધનથી બિઝનેસ જગતમાં જ નહિં, પરંતુ રાજનૈતિક દુનિયામાં પણ શોક છવાઇ ગયો છે. તમને જણાવી દઇએ કે, કેટલાક એવા સેલેબ્સ વિશે કે જેમનું મૃત્યુ પણ રોડ અકસ્માતમાં થયુ છે.