બોલીવુડની ઝાકઝમાળ ભરેલી દુનિયામાં મોટાભાગના સ્ટાર્સ કેમેરાથી ઘેરાયેલા રહે છે, જેના કારણે સ્ટાર્સ ઘણીવાર કંટાળી જાય છે. ઇન્ડસ્ટ્રીના કલાકારોને તે બિલકુલ પસંદ નથી કે મીડિયાથી લઇને ફેન્સ તેમની પર્સનલ લાઇફ વિશે ચર્ચા કરે. પરંતુ આવું થવું અશક્ય છે. જેના કારણે ઘણા સ્ટાર્સની પર્સનલ લાઇફની વાતો છુપાયેલી નથી રહેતી. ઘણીવાર તો આ સ્ટાર્સ લવ બાઇટ્સ સાથે કેમેરામાં કેદ થઇ ચુક્યા છે. અમે તમને આવા જ સ્ટાર્સ વિશે જણાવવા જઇ રહ્યાં છીએ. આ લિસ્ટમાં શાહરૂખ ખાન, સલમાન ખાનથી લઇને ઘણા સ્ટાર્સ સામેલ છે.
સારા અલી ખાન : બોલીવુડના નવાબ સૈફ અલી ખાનની લાડલી અને એક્ટ્રેસ સારા અલી ખાન ઘણીવાર પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને કારણે ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર અવારનવાર પોતાની તસવીરો શેર કરનારી સારા અલી ખાનની મોટાભાગની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. પરંતુ એક્ટ્રેસનો એક આવો જ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તેનું લવ બાઇટ જોવા મળી રહ્યું હતું. સારા અલી ખાનની આ તસવીર તે સમયની છે, જ્યારે તે કાર્તિક આર્યનને ડેટ કરી રહી હતી.
શાહરૂખ ખાન : બોલીવુડ ઇન્ડસ્ટ્રીના કિંગ ખાન શાહરૂખ ખાનનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. શાહરૂખ ખાનની ફેન ફોલોઇંગ દેશમાં જ નહીં પરંતુ વિદેશ સુધી ફેલાયેલી છે. તેવામાં તેની પાછળ મોટાભાગે કેમેરા પર્સન્સ રહે છે. આ જ કારણે શાહરૂખ ખાનનું લવ બાઇટ પણ કેમેરાની નજરથી બચી ન શક્યુ. તેની એક તસવીર ખૂબ વાયરલ થઇ હતી, જેમાં તેની ગરદન પર નિશાન જોવા મળ્યું હતું.
સલમાન ખાન : હજુ સુધી પોતાને વર્જિન કહેતા સલમાન ખાનનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. સલમાન ખાનનો એક ફોટો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થયો હતો, જેમાં શાહરૂખની જેમ જ સલમાનની ગરદન પર પણ નિશાન જોવા મળ્યું હતું. જો કે નિશાનને ભાઇજાને ખોટુ ગણાવતા દાવો કર્યો હતો કે તે વર્જિન છે. એક્ટરે જણાવ્યા અનુસાર, તેનો આ ફોટો ફોટોશૉપ કરવામાં આવ્યો હતો, જેના કારણે તેણે શરમસાર થવું પડ્યું હતું.
પ્રિયંકા ચોપરા : બોલીવુડથી હોલીવુડ સુધી પહોંચેલી એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા પોતાના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. એક્ટ્રેસ તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ વિશે ખુલીને બોલે છે. તેનું જ પરિણામ છે કે પ્રિયંકાની એક તસવીર ખૂબ વાયરલ થઇ હતી, જેના પર ખૂબ હોબાળો મચ્યો હતો. તે એક કેમેરા સામે લવ બાઇટ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. તેની આ તસવીરે સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી દીધો હતો.
સૈફ અલી ખાન : બોલીવુડ એક્ટર સૈફ અલી ખાનને આજે કોઇ ઓળખની જરૂર નથી. હાલ તે પોતાની ફિલ્મ 'વિક્રમ વેધા'ને લઇને ચર્ચામાં છે. પરંતુ એક સમય એવો હતો જ્યારે એક્ટર પોતાની લવ બાઇટ વાળી તસવીરના કારણે ચર્ચામાં આવ્યો હતો. હકીકતમાં, એક શૉમાં હિસ્સો લેતા પહેલા સૈફ અલી ખાન મેકઅપ રૂમમાં એવા અંદાજમાં જોવા મળ્યો હતો, જેમા તેની ગરદન પર લવ બાઇટ સ્પોટ થઇ હતી. આ તસવીર સામે આવ્યા બાદ તેની ચોરી પકડાઇ ગઇ હતી.