

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: શુક્રવારનો દિવસે કેરળ માટે ગોઝારો રહ્યો. એક બાદ એક બે દૂર્ઘટના કેરળમાં થઇ જેનાંથી આખો દેશ હેબ્તાઇ ગયો. શુક્રવારે સવારે કેરળનાં ઇડુક્કી જિલ્લામાં વરસાદને કારણે ભૂસ્ખલન થયુ હતું. ચાનાં બગીચામાં ભૂસ્ખલનને કારણે 15 લોકોનાં મોત થયા છે. જે બાદ રાત્રે કેરળમાં મોટી વિમાન દુર્ઘટના ઘટી હતી. કોઝિકોડ એરપોર્ટ પર દુબઇથી આવી રહેલાં એર ઇન્ડિયાનું વિમાન રનવે પર લપ્સી ગયુ અને 30 ફૂટ ઉંડી ખીણમાં જઇને પડ્યું આ દૂર્ઘટનામાં પ્લેનનાં બે ટૂકડા થઇ ગયા. અને તેમાં 17 લોકોનું મોત થયુ. તો 123 લોકો ઘાયલ થયા. આ ઘટના બાદ બોલિવૂડ હસ્તીઓએ શોક વ્યક્ત કરતાં સોશિયલ મીડિાય પર દુખ જાહેર કર્યુ છે.


અક્ષય કુમાર- ભયાનક ખબર! તમામ યા્તરીઓ અને ચાલક દળની સુરક્ષા માટે પ્રાર્થના, જેમને પોતાનાં પ્રિયજનો ખોયા છે તેમનાં પ્રતિ મારી ઘેરી સંવેદના.


પ્રીતિ ઝિન્ટા- કોઝિકોડ એરપોર્ટ પર એર ઇન્ડિયાનાં વિમાન દૂર્ઘટના અંગે જાણીને દુખ થયુ તે તમામ પરિવાર અને મિત્રો માટે મારી ભારે સંવેદનાઓ જેમણે તેમનાં પ્રિયજન ગુમાવ્યા છે.


અનુપમ ખેર- કોઝીકોડમાં એરઇન્ડિયાનું પ્લેન ક્રેશ થવાનાં દુખદ સમાચાર મળ્યા. મારુ મન દુખી છે તે તમામ માટે જેમણે આ દૂર્ઘટનામાં તેમનાં સ્નેહીજન ગુમાવ્યા છે. ઇજાગ્રસ્તો માટે પ્રાર્થના.. મારી પ્રાર્થના છે કે, આ 2020નું વર્ષ જલદી પતી જાય. હજી કેટલું દુખ આપશો.. પ્લીઝ હવે બસ કરો.