સદીનાં મહાનાયકનો બગલો જનક પણ તાઉતે ચક્રવાતથી પ્રભાવિત થયો છે. આ બંગલામાં જ અમિતાભ બચ્ચનની ઓફીસ છે. તેમનાં કર્મચારીઓએ બંગલામાંથી પાણી બહાર કાઢ્યું છે. બિગ બીનો આ બંગલો જુહૂ બીચની નજીક છે. તેમનાં બાકી બંને ઘર પણ જુહૂ વિસ્તારમાં દરીયા કિનારે છે. તાઉતે ચક્રવાતથી સૌથી વધુ નુક્સાન તેમનાં જનક બંગલાને થયું છે. બિગ બીએ તેમનાં બ્લોગમાં ચક્રવાતથી થયેલાં નુક્સાનનો ઉલ્લેખ થયો છે. અમિતાભ બચ્ચને પહેલાં જ તેનાં ફેન્સને તાઉતેથી સુરક્ષીત રહેવાં અનુરોધ કર્યો છે.