Helly Shah Latest Photos: હેલી શાહ (Helly Shah) નાના પડદાનું મોટું નામ છે. હેલીએ સિલ્વર સ્ક્રીન પર બધાના દિલ જીતી લીધા છે, પરંતુ હવે તે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022 (Cannes Film Festival 2022)માં પણ ધમાલ મચાવવા પહોંચી ગઈ છે. આ દિવસોમાં હેલી જબરદસ્ત રીતે હેડલાઇન્સમાં છવાયેલી રહે છે. તમને જણાવી દઈએ કે, હિના ખાન પછી હેલી શાહ ટીવી જગતની બીજી એવી અભિનેત્રી છે, જે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાનું ફિલ્મી ડેબ્યૂ કરવા આવી છે.