વર્ષ 2020 તેની સાથે કોરોના મહામારી લઇને આવ્યું કોરોના કાળમાં દુનિયાએ જે જોયું તે પહેલાં ક્યારેય નહોતું જોયું. દેશ અને દુનીયામાં લોકડાઉન લાગી ગયું. લાંબા સમય માટે લોકોએ તેમનાં ઘરમાં બંધ રહેવું પડ્યું. સિનેમાહોલ બંધ રહ્યાં, ફિલ્મોની શૂટિંગ રોકાઇ ગઇ. ટીવી શોની શૂટિંગ બંધ થઇ ગઇ. એક બાદ એક પડકાર સામે આવતા જ રહ્યાં આ દરમિયાન ઘરે બેઠા લોકોનું મનોરંજન કરવાનું કામ જુના જમાનાનાં ટીવી શો કર્યું. જુના ટીવી શો દૂરદર્શન પર રી- ટેલીકાસ્ટ કરવામાં આવ્યાં. આ ટીવી શોની TRP અવ્વલ રહીં. લોકડાઉનનાં સમયમાં લોકોએ ઘેર બેઠા જૂની યાદો તાજા કરી. તેમનો સમય પસાર કર્યો અને રામાયણ અને મહાભારત જેવાં ટીવી શોનો ભરપૂર આનંદ ઉઠાવ્યો. જેમાં રામાયણ શો સૌથી ટોપ પર રહ્યો. આ શોએ TRP ની રેસમાં સૌને પછાડી દીધા હતાં.