Bruce Willis top 10 film : હોલિવૂડના ખ્યાતનામ એક્શન હીરો બ્રુસ વિલિસે (Bruce Willis) અભિનય ક્ષેત્રને અલવિદા કહી દીધું છે. બ્રુસ એક ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે અને તેથી જ તેને મજબૂરીમાં આ નિર્ણય લેવો પડ્યો છે. બ્રુસના પરિવારે સોશિયલ મીડિયા પોસ્ટ (Social media post)માં તેના આ નિર્ણય વિશે માહિતી આપી છે. પોસ્ટ મુજબ બ્રુસ વિલિસ એફેસિયા (Aphasia) નામની બીમારી સામે લડી રહ્યો છે. આ બીમારી મગજનો એક વિકાર છે. જેમાં પીડિતને શબ્દો બોલવામાં, લખવામાં અને સમજવામાં મુશ્કેલી પડે છે. આ રોગનો ભોગ બનનાર વ્યક્તિ સંચારની શક્તિ ગુમાવી શકે છે. બ્રુસ વિલિસની બીમારી (Bruce Willis illness) અને તે એક્ટિંગ કારકિર્દીને અલવિદા કહી રહ્યો હોવાની વાતથી ચાહકો દુઃખી છે. ત્યારે અહીં તેના ચાહકો માટે તેની શ્રેષ્ઠ 10 ફિલ્મોની યાદી આપવામાં આવી છે.