સિંગાપોરના મેડમ તુસાદ મ્યૂઝિયમમાં બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી શ્રીદેવીના મીણનું સ્ટેચ્યૂ લગાવવામાં આવ્યું છે. પુતળાના અનાવરણ માટે શ્રીદેવીના પતિ અને ફિલ્મ નિર્માતા બોની કપૂર, પુત્રી જાન્હવી અને ખુશી કપૂર ઉપસ્થિત રહ્યા હતા.
2/ 8
ગયા મહિને શ્રીદેવીની જન્મજયંતિ નિમિત્તે સિંગાપોરના મેડમ તુસાદ મ્યુઝિયમમાં તેમનું મીણનું પુતળું બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી.
3/ 8
શ્રીદેવીના સન્માનમાં સ્ટેચ્યૂના લોન્ચ દરમિયાન પૂરી દુનિયાના ચાહકો દ્વારા મોકલવામાં આવેલા ખાસ મેસેજ પણ ટ્રીબ્યૂટ વૉલ પર જોવા મળી રહ્યો છે.
4/ 8
શ્રીદેવીનું સ્ટેચ્યૂનું અનાવરણ દરમિયાન તેમનો પરિવાર ભાવુક જોવા મળ્યો. શ્રીદેવીનું આ પહેલું સ્ટેચ્યૂ જે સિંગાપોરમાં મેડમ તુસાદ મ્યૂઝિયમમાં લગાવવામાં આવ્યું છે.
5/ 8
બોની કપૂરે તેના ટ્વિટર એકાઉન્ટ દ્વારા માહિતી આપી હતી કે શ્રીદેવીના મીણનું પુતળું 4 સપ્ટેમ્બરે સિંગાપોરના મેડમ તુસાદ મ્યૂઝિયમમાં અનાવરણ કરવામાં આવશે. આ મેસેજની સાથે તેમણે પ્રતિમાની કેટલીક વિશેષ ઝલક પણ શેર કરી. શ્રીદેવીની મીણની પ્રતિમા ફિલ્મ 'મિસ્ટર ઈન્ડિયા' ફિલ્મ 'હવા હવાઈ' લૂક પર આધારિત છે.
6/ 8
વેક્સ સ્ટેચ્યૂની ઝલક શેર કરતા બોનીએ લખ્યું છે કે, શ્રીદેવી હંમેશાં જીવંત રહેશે, ફક્ત આપણા હૃદયમાં જ નહીં પરંતુ તેના લાખો ચાહકોના હૃદયમાં પણ.
7/ 8
શ્રીદેવી 24 ફેબ્રુઆરી 2018નાં આ દુનિયા છોડીને ચાલી ગઇ. અને તેનાં પ્રિયજનો અને પ્રશંસકોને શોકમાં ડુબાડી ગઇ. જ્યારે શ્રીદેવીનું નિધન થયુ ત્યારે તે માત્ર 54 વર્ષની હતી.
8/ 8
શ્રીદેવીનાં મીણનાં પુતળાની તસવીરો તેનાં જન્મદિવસ પર મેડમ તુસાદ સિંગાપોર તરફથી ટ્વિટ કરવામાં આવી હતી.