

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)એ આત્મહત્યા કેમ કરી? આ સવાલ હાલ અનેક લોકોના મનમાં ચાલી રહ્યો છે. કામ નહતું મળતું, અંકિતા લોખંડે (Ankita Lokhande)ની સાથે બ્રેકઅપ, ફિલ્મ ઇન્ડ્રસ્ટ્રીનું ટેન્શન, પ્રોડ્યૂસર્સની સાથે મતભેદ, રિયાનું ટેન્શન, પ્રોડક્શન હાઉસથી બાયકૉટ જેવા અનેક સવાલો સામે આવે છે. કહેવાય છે કે સુશાંત પાછલા થોડા સમયથી ડિપ્રેશનમાં (Depression)માં હતા. આ માટે તેમણે ડૉક્ટર સાથે પણ મુલાકાત કરી હતી. હાલમાં જ તેમના સાઇકિયાટ્રિસ્ટ (Sushant Singh Rajput Psychiatrist) થી પણ પોલીસે પુછપરછ કરી હતી. જેમાં તેમણે અનેક ખુલાસા કર્યા હતા.


સુશાંત સિંહ રાજપુત (Sushant Singh Rajput)ના નિધન પછી સામે આવ્યું કે તે ગત 6 મહિનાથી ડિપ્રેશનમાં હતા. જેના કારણે તેમણે ડૉક્ટરની પણ સલાહ લીધી હતી. પોલીસે તેમના ઘરેથી ડૉક્ટરની ફાઇલ પણ મેળવી છે. પોલીસે આ મામલે તપાસ કરતા ડૉક્ટર સાથે પણ વાતચીત કરીને તેમનું નિવેદન નોંધ્યું છે. સુશાંતના ડૉક્ટરે આ મામલે અનેક ખુલાસા કર્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ તે ગત 6 મહિનાથી સુશાંતના સંપર્કમાં હતા અને ગત એક વર્ષથી સુશાંત ડિપ્રેશનમાં હતો.


ડૉક્ટરે જે પોલીસને નિવેદન આપ્યું છે તેમાં તેમની લવ લાઇફને લઇને અનેક વાતો શેર કરવામાં આવી છે. તેમણે કહ્યું કે તેમની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેની સાથે બ્રેકઅપ થયા પછી કેટલાક દિવસ સુધી બધુ સારું ચાલતું હતું. પણ તે પછી તેમની લવ લાઇફ ઠીક નહતી રહી. અંકિતા પછી તેમના જીવનમાં કૃતિ સેનન આવી પણ આ સંબંધ કંઇ ખાસ લાંબો સમય ટક્યા નહીં.


સુશાંતે પોતાના ડૉક્ટરને કહ્યું કે તેમને રાતના ઊંઘ નહતી આવતી. અને અજીબો ગરીબ વિચારો આવતા હતા. કેટલાક અસફળ સંબંધોએ તેમને સમજાવ્યું કે તેમના માટે અંકિતા જ શ્રેષ્ઠ હતી અને તેના જેવો ખ્યાલ કોઇએ નહતો રાખ્યો. ડૉક્ટરે કહ્યું કે સુશાંત બાયપોલર હતા એટલે કે તે એક વસ્તુને અલગ અલગ રીતે વિચારતા હતા.


રિયા ચક્રવતી વિષે પણ સુશાંતે ડૉક્ટરને જણાવ્યું હતું. સુશાંતે કહ્યું કે તેમના નજીક મિત્રોના માધ્યમથી તે રિયાને મળ્યા હતા. તે પોતાની મહિલા મિત્રની સાથે રહેતી હતી. કેટલાક દિવસ પછી સુશાંતે રિયાને પોતાના ઘરે બોલાવી. રિપોર્ટ મુજબ ડૉક્ટરે જણાવ્યું કે એક્ટરે રિયા સાથે પોતાના સંબંધોની એક સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી. જે મામલે રિયાએ સુશાંત સાથે ઝગડો કર્યો અને આ પોસ્ટ નીકાળવા મજબૂર કર્યા.


ડૉક્ટરે કહ્યું સુશાંતને અંકિતાની પોતાના જીવનમાં ગેરહાજરી અનુભવાતી હતી. તે તેને યાદ કરતા રહેતા હતા. સુશાંતે ડૉક્ટરને જણાવ્યું કે તે અંકિતા સાથે ખુબ જ જોડાયેલા હતા. તેમને તે વાત સમજાઇ ગઇ હતી કે અંકિતા સાથે બ્રેકઅપ કરીને તેમણે ભૂલ કરી છે. સુશાંત ગત 6 મહિનામાં ખાલી 3 વાર આ ડૉક્ટરને મળ્યો છે. લોકડાઉન પહેલા તેમણે ડૉક્ટરને મળવા માટે સમય લીધો હતો. પણ તે પછી લોકડાઉન શરૂ થઇ ગયું. જેના કારણે સુશાંત ડૉક્ટરને મળી ના શક્યા.