બોલિવૂડ સ્ટાર્સ પોતાના ફેન્સને સરપ્રાઇઝ આપવાની એક તક નથી છોડતા. ત્યારે હાલ જાણીતા ફોટોગ્રાફર ડબ્બૂ રત્નાનીના કેલેન્ડર માટે એક બે નહીં પણ ત્રણ અભિનેત્રીઓએ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે. ઉલ્લેખનીય છે કે આમ પણ ડબ્બૂ રત્નાનીનો કેલેન્ડર તેના બોલ્ડ લૂક માટે પ્રખ્યાત છે (Dabboo Ratnani 2020 Calendar) ત્યારે સની લિયોની (Sunny Leone), ભૂમિ પેડનેકર અને કિયારા અડવાણીએ આ કેલેન્ડર માટે પોતાનો બોલ્ડ લૂક આપ્યો છે.
આ ત્રણેય જાણીતી બોલિવૂડ અભિનેત્રીઓએ ડબ્બૂ રત્નાનીના કેલેન્ડર માટે આ બોલ્ડ લૂક આપ્યો હતો. ત્યારે સોશિયલ મીડિયામાં આ તસવીરો ઝડપથી વાયરલ થઇ રહી છે. ઉપરોક્ત તમામ તસવીરો ડબ્બૂ રત્નાનીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે. આ ફોટોશૂટ સાથે જ ડબ્બૂ રત્લાનીએ ઇન્ડસ્ટ્રીમાં પોતાની સિલ્વર જ્યૂબલી પૂરી કરી છે.