આમિર ખાનઃ મિસ્ટર પરફેક્સનિસ્ટ અને બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાન પણ ચાઇલ્ટ આર્ટિસ્ટ તરીકે કામ કરી ચુક્યા છે. તેમણે તેના અંકલ નાસિર હુસૈનની ફિલ્મ 'યાદો કી બારાત(1973)'માં કામ કર્યુ હતું. તેમજ મોટા થયા બાદ એક્સપેરિમેંટલ ફિલ્મ 'હોલી(1984)'માં પણ જોવા મળ્યો હતો. પરંતુ, તેમણે ફુલ ટાઈમ એક્ટિંગ કરીયરની શરૂઆત 1988માં 'કયામત સે કયામત તક'થી કરી હતી.
ઋતિક રોશનઃ ગ્રીક ગૉડ અને બોલિવૂડના પહેલા સુપરહીરો કહેવાતા ઋતિક રોશને પણ એક ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે જ પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તે ત્યારે ફક્ત 6 વર્ષનો હતો, જ્યારે તેણે 1980માં આવેલી ફિલ્મ 'આશા'માં કામ કર્યુ હતું. ત્યારબાદ તે ફિલ્મોમાં જોવા મળ્યો હતો. તેણે લીડ એક્ટર તરીકે 'કહો ના પ્યાર હૈ...'થી ડેબ્યૂ કર્યુ હતું.
નીતૂ કપૂરઃશું તમે જાણો છો, નીતૂ કપૂરે પણ ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તે ત્યારે ફક્ત 8 વર્ષની હતી, જ્યારે તેણે 1966માં આવેલી ફિલ્મ સૂરજમાં કામ કર્યુ હતું. પરંતુ, તે 1968માં આવેલી ફિલ્મ 'દો કલિયાં'થી લાઈમલાઈટમાં આવી. તેણે લીડ એક્ટ્રેસ તરીકે 1973માં આવેલી ફિલ્મ 'રિક્સાવાલા'થી ડેબ્યૂ કર્યુ હતું. 1973થી 1983ની વચ્ચે આશરે 50 ફિલ્મોમાં લીડ એક્ટ્રેસ તરીકે કામ કર્યુ હતું.
કુણાલ ખેમુઃ કુણાલ ખેમુએ પણ તેના એક્ટિંગ કરિયરની શરૂઆત ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે જ કરી હતી. ટીવી સીરિયલ 'ગુલ ગુલશન ગુલ્ફામ'માં કુણાલે ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યુ હતું. તેણે 'રાજા હિન્દુસ્તીની', 'હમ હૈ રાહી પ્યાર કે' અને 'ઝખ્મ' જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે. જોકે, તેણે લીડ એક્ટર તરીકે 2005માં આવેલી ફિલ્મ 'કલયુગ'થી ડેબ્યૂ કર્યુ હતું.
ઉર્મિલા માતોંડકરઃ ઉર્મિલા માતોંડકર પણ તે સ્ટારમાંથી એક છે, જે નાનપણથી જ મનોરંજન જગતનો એક ભાગ બની ગયાં છે. તેમણે 80ના દાયકામાં ઘણી ફિલ્મોમાં ચાઇલ્ડ એક્ટર તરીકે કામ કર્યુ હતું. ત્યારબાદ તેણે લીડ એક્ટ્રેસ મલયાલમ ફિલ્મ 'ચાણક્ય'થી તેના કરિયરની શરૂઆત કરી હતી. જેમાં તે કમલ હાસનની સાથે જોવા મળી હતી. આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી.
શાહિદ કપૂરઃ આજે બોલિવૂડના ટૉપ એક્ટર્સમાં સામેલ શાહિદ કપૂર બાળપણમાં ખૂબ જ ચર્ચિત એક્ટર હતો. તેમણે ગીત 'આંખો મેં તેરા હી ચહેરા'થી પ્રસિદ્ધિનો સ્વાદ ચાખી લીધો હતો. જોકે, સ્ક્રિન પર પહેલીવાર તે જાહેરાતમાં જોવા મળ્યો હતો. વર્ષો બાદ તે કાજોલ, રાની મુખર્જી અને શાહરુખ ખાનનિી સાથે એક જાહેરાતમાં જોવા મળ્યો હતો. ત્યારબાદ તેણે લીડ એક્ટર તરીકે 2003માં આવેલી ફિલ્મ 'ઈશ્ક-વિશ્ક'થી પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.