Home » photogallery » મનોરંજન » Bollywood Charity : ઇરફાન ખાનથી લઇને લતા મંગેશકર સુધી, આ કલાકારોના મોત બાદ તેમની સંપત્તિ કરાઇ દાન

Bollywood Charity : ઇરફાન ખાનથી લઇને લતા મંગેશકર સુધી, આ કલાકારોના મોત બાદ તેમની સંપત્તિ કરાઇ દાન

Bollywood Stars Properties Donated After Death : કોરોના કાળ પહેલા અને પછી બોલિવુડના જગતના અનેક સ્ટાર્સે (Bollywood Actress) દુનિયાને અલવિદા કહી દીધુ, આજે એવા સ્ટાર્સ વિશે વાત કરીએ જેમણે તેમના મૃત્યું પછી તેમની સંપત્તિ દાનમાં આપી દીધી છે. જેમાં શ્રીદેવી (sridevi), ઇરફાન ખાન (irrfan khan), સુશાંતસિંહ રાજપૂત (sushant singh rajput), સિદ્ધાર્થ શુક્લા (sidharth shukla) અને લતા મંગેશકર (lata mangeshkar)નો સમાવેશ થાય છે.

विज्ञापन

  • 16

    Bollywood Charity : ઇરફાન ખાનથી લઇને લતા મંગેશકર સુધી, આ કલાકારોના મોત બાદ તેમની સંપત્તિ કરાઇ દાન

    છેલ્લા કેટલાક વર્ષોમાં બોલીવુડે દિલીપ કુમાર, ઋષિ કપૂર, ઈરફાન ખાન, શ્રીદેવી (sridevi), સુશાંત સિંહ રાજપૂત (sushant singh rajput), લતા મંગેશકર (lata mangeshkar), જગદીપ, સરોજ ખાન અને સિદ્ધાર્થ શુક્લા  (sidharth shukla)સહિત ઘણા મોટા સ્ટાર્સ (Bollywood Stars)ને ગુમાવ્યા છે. તેમાંથી ઋષિ કપૂર, ઈરફાન ખાન (irrfan khan), શ્રીદેવી, સુશાંત સિંહ રાજપૂત અને સિદ્ધાર્થ શુક્લાના આકસ્મિક નિધનથી સમગ્ર દેશમાં શોકનું વાતાવરણ હતું. આ સેલેબ્સના ફેન્સ હજુ પણ વિશ્વાસ નથી કરી શકતા કે તેઓ હવે આ દુનિયામાં નથી. ત્યારે આજે અમે તમને એવા જ કેટલાક બોલિવૂડ કલાકારો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમણે કાં તો ઈચ્છા અનુસાર તેમની મિલકત દાન (Bollywood Stars Whose Properties Were Donated After Their Death) કરવાનો નિર્ણય લીધો અથવા મૃત્યુ પછી તેમના પરિવારના સભ્યોએ તેમની સંપત્તિનો અમુક ભાગ દાનમાં આપી દીધો હતો.

    MORE
    GALLERIES

  • 26

    Bollywood Charity : ઇરફાન ખાનથી લઇને લતા મંગેશકર સુધી, આ કલાકારોના મોત બાદ તેમની સંપત્તિ કરાઇ દાન

    શ્રીદેવી (sridevi)- દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવીનું 24 ફેબ્રુઆરી, 2018ના રોજ દુબઇમાં આકસ્મિક નિધન થયું હતું. શ્રીદેવીના મૃત્યુ બાદ તેમના પતિ બોની કપૂરે તેમની અડધી સંપત્તિ ચેરિટીમાં દાન કરી દીધી હતી. આ સમય દરમિયાન તે પૈસાથી મહારાષ્ટ્રના એક ગામમાં એક શાળા બનાવાઇ હતી. જ્યાં બાળકોને મફત શિક્ષણ મળે છે.

    MORE
    GALLERIES

  • 36

    Bollywood Charity : ઇરફાન ખાનથી લઇને લતા મંગેશકર સુધી, આ કલાકારોના મોત બાદ તેમની સંપત્તિ કરાઇ દાન

    ઇરફાન ખાન (irrfan khan) - બોલિવૂડ ઈરફાન ખાનનું 2 એપ્રિલ 2020ના રોજ કેન્સરને કારણે નિધન થયું હતું. ઈરફાનના મૃત્યુ બાદ તેની પત્ની સુતાપા સિકદરે કહ્યું હતું કે તે પોતાની સંપત્તિનો મોટો હિસ્સો ચેરિટી માટે છોડી દેશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈરફાન ખાનની કુલ સંપત્તિ 600 કરોડ રૂપિયા જેટલી હતી.

    MORE
    GALLERIES

  • 46

    Bollywood Charity : ઇરફાન ખાનથી લઇને લતા મંગેશકર સુધી, આ કલાકારોના મોત બાદ તેમની સંપત્તિ કરાઇ દાન

    સુશાંતસિંહ રાજપૂત (sushant singh rajput) - બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનું 14 જૂન, 2020 ના રોજ અવસાન થયું. સુશાંતની આત્મહત્યાથી તેના પ્રિયજનોને ઘેરો આઘાત લાગ્યો હતો. તે ઘણીવાર ચેરિટી કરતો હતો, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુશાંતના પરિવારે તેના મૃત્યુ પછી તેની તમામ સંપત્તિ દાન કરવાનો નિર્ણય લીધો છે.

    MORE
    GALLERIES

  • 56

    Bollywood Charity : ઇરફાન ખાનથી લઇને લતા મંગેશકર સુધી, આ કલાકારોના મોત બાદ તેમની સંપત્તિ કરાઇ દાન

    સિદ્ધાર્થ શુક્લા (sidharth shukla) - બોલીવુડ અને ટીવી અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું 2 સપ્ટેમ્બર 2021 ના રોજ અવસાન થયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બિગ બોસ 13ના વિજેતા સિદ્ધાર્થે એક વસિયત લખી હતી અને તેની સંપત્તિ દાનમાં આપવા માંગતો હતો. સિદ્ધાર્થ શુક્લાની કુલ સંપત્તિ 50 કરોડ રૂપિયાની નજીક હતી.

    MORE
    GALLERIES

  • 66

    Bollywood Charity : ઇરફાન ખાનથી લઇને લતા મંગેશકર સુધી, આ કલાકારોના મોત બાદ તેમની સંપત્તિ કરાઇ દાન

    લતા મંગેશકર (lata mangeshkar) - દેશની પ્રખ્યાત ગાયિકા લતા મંગેશકરનું 6 ફેબ્રુઆરી 2022ના રોજ 92 વર્ષની વયે અવસાન થયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લતા દીદીએ એક વસિયત લખી હતી જેમાં લખ્યું હતું કે તેમની તમામ સંપત્તિ દાનમાં આપવામાં આવે. લતા મંગેશકરની કુલ સંપત્તિ 360 કરોડ રૂપિયા જેટલી હતી.

    MORE
    GALLERIES