Home » photogallery » મનોરંજન » શ્રીદેવીની દીકરી જાન્હવી કપૂર આ બોલિવુડ એક્ટરને KISS કરવા માંગે છે!

શ્રીદેવીની દીકરી જાન્હવી કપૂર આ બોલિવુડ એક્ટરને KISS કરવા માંગે છે!

ખુશીએ જણાવ્યું કે, ત્રીજુ ટેટૂ તેની કમરની નીચેના ભાગમાં છે, જેમાં લખ્યું છે કે, ખુદ જ રાહ બનાવો. ખુશી કહે છે કે, મારા આ ટેટૂ લવને જાન્હવી અને માં શ્રીદેવી બિલકુલ પસંદ ન કરતા હતા.

  • 17

    શ્રીદેવીની દીકરી જાન્હવી કપૂર આ બોલિવુડ એક્ટરને KISS કરવા માંગે છે!

    બોલીવુડમાં 'ધડક' ફિલ્મથી ડેબ્યૂ કરી ચુકેલી જાન્હવી કપૂર હાલમાં એક ટોક શોમાં પોતાની બહેન ખુશી કપૂર સાથે પહોંચી. જ્યાં તેણે પોતાની જિંદગી સાથે જોડાયેલા કેટલાક સિક્રેટનો ખુલાસો કર્યો. આ સાથે તેણે એક એવી વાત પણ શેર કરી જેને સાંભળી તેના કેટલાએ ચાહકોના દિલ તૂટી શકે છે.

    MORE
    GALLERIES

  • 27

    શ્રીદેવીની દીકરી જાન્હવી કપૂર આ બોલિવુડ એક્ટરને KISS કરવા માંગે છે!

    વાત જાણે એમ છે કે, આ શોમાં જાન્હવીને પૂછવામાં આવેલા પ્રશ્નોના તેણે બિન્દાસ જવાબ આપ્યા. તેમાંથી એક પ્રશ્ન એ પૂછવામાં આવ્યો કે, તેને જો કોઈ ફિલ્મમાં KISS કરવાનો મોકો મળે તો, તે બોલિવુડના શાઈનિંગ સ્ટાર વિકી કૌશલ અને કાર્તિક આર્યનમાંથી કોને કિસ કરશે.

    MORE
    GALLERIES

  • 37

    શ્રીદેવીની દીકરી જાન્હવી કપૂર આ બોલિવુડ એક્ટરને KISS કરવા માંગે છે!

    આ મુદ્દે જાન્હવીએ થોડુ પણ મોડુ કર્યા વગર વીકી કૌશલનું નામ પસંદ કર્યું. આવા જ વધુ એક ચેટ શો દરમ્યાન સારા અલી ખાને કાર્તિક સાથે ડેટ પર જવાની વાત કરી હતી, ત્યારબાદ સમાચાર મળ્યા હતા કે, બંને ઈમ્તિયાઝ અલીની ફિલ્મમાં સાતે કામ કરી રહ્યા છે. આ બાજુ એવા પણ સમાચાર છે કે, જાન્હવી પણ કરન જોહરની ફિલ્મ 'તખ્ત'માં વિકી કૌશલ સાથે જોવા મળવાની છે.

    MORE
    GALLERIES

  • 47

    શ્રીદેવીની દીકરી જાન્હવી કપૂર આ બોલિવુડ એક્ટરને KISS કરવા માંગે છે!

    આ સિવાય શોમાં આવેલી જાન્હવીની બહેન ખુશીએ જણાવ્યું કે, તેની બોડી પર બનેલા ટેટૂના કારણે તે શર્મિદા થઈ ચુકી છે. તેણે પોતાના ટેટૂ લવ વિશે કહ્યું કે, તેના શરીર પર ત્રણ ટેટૂ છે. જેમાં એક ટેટૂમાં બેસ્ટ ફ્રેન્ડનું નામ છે તો, બીજા ટેટૂમાં ફેમિલી બર્થ ડે લખેલુ છે, જે રોમનમાં છે.

    MORE
    GALLERIES

  • 57

    શ્રીદેવીની દીકરી જાન્હવી કપૂર આ બોલિવુડ એક્ટરને KISS કરવા માંગે છે!

    ખુશીએ જણાવ્યું કે, ત્રીજુ ટેટૂ તેની કમરની નીચેના ભાગમાં છે, જેમાં લખ્યું છે કે, ખુદ જ રાહ બનાવો. ખુશી કહે છે કે, મારા આ ટેટૂ લવને જાન્હવી અને માં શ્રીદેવી બિલકુલ પસંદ ન કરતા હતા.

    MORE
    GALLERIES

  • 67

    શ્રીદેવીની દીકરી જાન્હવી કપૂર આ બોલિવુડ એક્ટરને KISS કરવા માંગે છે!

    જ્યારે ટેટૂની વાત ચાલી તો, જાન્હવી કહે છે કે, જ્યારે તેના લગ્ન થઈ જશે તો તે તેના પતિને ટેટૂ બનાવવાનું કહેશે. જાન્હવી કહે છે કે, તે ટેટૂમાં લખેલુ હશે કે, 'પ્રોપર્ટી ઓફ જેકે'. આ પહેલી વખત છે કે, કોઈ શોમાં જાન્હવી અને ખુશી એક સાથે નજર આવ્યા.

    MORE
    GALLERIES

  • 77

    શ્રીદેવીની દીકરી જાન્હવી કપૂર આ બોલિવુડ એક્ટરને KISS કરવા માંગે છે!

    ફિલ્મોની વાત કરીએ તો, જાન્હવી કપૂર ફિલ્મ 'ધડક'થી ડેબ્યૂ કર્યા બાદ હવે સમાચાર મળી રહ્યા છે કે, નાની બહેન ખુશી પણ ટુંક સમયમાં બોલિવુડમાં પગ મુકી શકે છે. તેનું ડેબ્યૂ બોલિવુડના જાણીતા ડાયરેક્ટર કરન જૌહરની ફિલ્મથી જ હશે.

    MORE
    GALLERIES