Home » photogallery » મનોરંજન » અક્ષય કુમારની 'સૂર્યવંશી'માં પોલીસ ઓફિસર છે નિહારિકા રાયજાદા, જાણો કોણ છે આ અભિનેત્રી

અક્ષય કુમારની 'સૂર્યવંશી'માં પોલીસ ઓફિસર છે નિહારિકા રાયજાદા, જાણો કોણ છે આ અભિનેત્રી

નિહારિકાએ ઈમ્પીરીયલ કોલેજ, લંડનમાંથી ટ્રાન્સલેશનલ મેડીસીનમાં એમઆરઈએસનો અભ્યાસ કર્યો અને બાદમાં બાલ્ટીમોરની જોન હોપકિન્સ યુનિવર્સિટીમાંથી કાર્ડિયોલોજીમાં સંશોધન કર્યું

  • 18

    અક્ષય કુમારની 'સૂર્યવંશી'માં પોલીસ ઓફિસર છે નિહારિકા રાયજાદા, જાણો કોણ છે આ અભિનેત્રી

    અક્ષય કુમાર (akshay kumar)અને કેટરીના કૈફ (katrina kaif) સ્ટારર ફિલ્મ 'સૂર્યવંશી' (suryavanshi film) બે દિવસ પછી મોટા પડદા પર આવવા જઈ રહી છે. ફિલ્મમાં અક્ષય-કેટરિના ઉપરાંત રણવીર સિંહ (Ranveer Singh) અને અજય દેવગન (Ajay Devgan) પણ જોવા મળશે. આ ઉપરાંત એક સુંદર અભિનેત્રી નિહારિકા રાયજાદા (Niharica Raizada) પણ ફિલ્મમાં ખાસ ભૂમિકા ભજવી રહી છે. અહીં અમે તમને નિહારિકા વિશે મહત્વપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ, જે તમે ભાગ્યે જ જાણતા હશો. (ફોટો ક્રેડિટ્સ: Instagram @official_niharica_raizada)

    MORE
    GALLERIES

  • 28

    અક્ષય કુમારની 'સૂર્યવંશી'માં પોલીસ ઓફિસર છે નિહારિકા રાયજાદા, જાણો કોણ છે આ અભિનેત્રી

    નિહારિકા રાયજાદા બીજી વખત અક્ષય કુમાર સાથે કામ કરી રહી છે. સૂર્યવંશી પહેલા તેણે અક્ષય કુમાર સ્ટારર બેબીમાં પત્રકારનું પાત્ર ભજવ્યું હતું. જોકે ફિલ્મમાં તેનું પાત્ર ખૂબ નાનું હતું. પરંતુ 'સૂર્યવંશી'માં તેને પડદા પર વધુ સમય આપવામાં આવ્યો છે. (ફોટો ક્રેડિટ્સ: Instagram @official_niharica_raizada)

    MORE
    GALLERIES

  • 38

    અક્ષય કુમારની 'સૂર્યવંશી'માં પોલીસ ઓફિસર છે નિહારિકા રાયજાદા, જાણો કોણ છે આ અભિનેત્રી

    સૂર્યવંશવીમાં નિહારિકા રાયજાદા તારાનું પાત્ર ભજવી રહી છે. તે અક્ષય કુમાર સાથે એન્ટી ટેરરિસ્ટ ફીમેલ સ્ક્વોડ ઓફિસરની ભૂમિકા ભજવી રહી છે. (ફોટો ક્રેડિટ્સ: Instagram @official_niharica_raizada)

    MORE
    GALLERIES

  • 48

    અક્ષય કુમારની 'સૂર્યવંશી'માં પોલીસ ઓફિસર છે નિહારિકા રાયજાદા, જાણો કોણ છે આ અભિનેત્રી

    નિહારિકા રાયઝાદા બોલિવૂડના દિવંગત સંગીતકાર ઓપી નૈય્યરની પૌત્રી છે. તેણીનો જન્મ લક્ઝમબર્ગમાં થયો હતો અને તે ત્યાંની નાગરિક છે. (ફોટો ક્રેડિટ્સ: Instagram @official_niharica_raizada)

    MORE
    GALLERIES

  • 58

    અક્ષય કુમારની 'સૂર્યવંશી'માં પોલીસ ઓફિસર છે નિહારિકા રાયજાદા, જાણો કોણ છે આ અભિનેત્રી

    નિહારિકાએ ઈમ્પીરીયલ કોલેજ, લંડનમાંથી ટ્રાન્સલેશનલ મેડીસીનમાં એમઆરઈએસનો અભ્યાસ કર્યો અને બાદમાં બાલ્ટીમોરની જોન હોપકિન્સ યુનિવર્સિટીમાંથી કાર્ડિયોલોજીમાં સંશોધન કર્યું. તેણે ન્યૂયોર્ક ફિલ્મ એકેડમીમાંથી અભિનયની તાલીમ પણ લીધી હતી. (ફોટો ક્રેડિટ્સ: Instagram @official_niharica_raizada)

    MORE
    GALLERIES

  • 68

    અક્ષય કુમારની 'સૂર્યવંશી'માં પોલીસ ઓફિસર છે નિહારિકા રાયજાદા, જાણો કોણ છે આ અભિનેત્રી

    નિહારિકા વેસ્ટર્ન ક્લાસિકલ મ્યુઝિક અને બેલે પણ શીખી છે. તે 'મિસ ઈન્ડિયા યુકે 2010' રહી ચૂકી છે. તે 'મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ 2020'ની ફર્સ્ટ રનર અપ હતી. (ફોટો ક્રેડિટ્સ: Instagram @official_niharica_raizada)

    MORE
    GALLERIES

  • 78

    અક્ષય કુમારની 'સૂર્યવંશી'માં પોલીસ ઓફિસર છે નિહારિકા રાયજાદા, જાણો કોણ છે આ અભિનેત્રી

    વર્ષ 2013માં તેણે બંગાળી ફિલ્મ 'દમાડોલ'થી અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. આ પછી તેણે 'મસાન', 'અલોન', 'બેબી', 'એક કાલી', 'વોરિયર સાવિત્રી' અને 'ટોટલ ધમાલ' જેવી ફિલ્મોમાં કામ કર્યું. (ફોટો ક્રેડિટ્સ: Instagram @official_niharica_raizada)

    MORE
    GALLERIES

  • 88

    અક્ષય કુમારની 'સૂર્યવંશી'માં પોલીસ ઓફિસર છે નિહારિકા રાયજાદા, જાણો કોણ છે આ અભિનેત્રી

    નિહારિકા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણીવાર ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. (ફોટો ક્રેડિટ્સ: Instagram @official_niharica_raizada)

    MORE
    GALLERIES