બોલિવૂડના નવાબ એટલે કે સૈફ અલી ખાન આજે તેનો 49મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. સૈફ અલી ખાન તેની અંગત જિંદગી કરતા વધારે ચર્ચામાં રહ્યો છે એટલી જ તે તેની ફિલ્મોને લઈને પણ ચર્ચામાં રહે છે. જ્યારે સૈફ અલી ખાનના પહેલા લગ્ન તૂટી ગયા ત્યારે અનેક પ્રકારના સમાચારો સામે આવ્યા હતા. સૈફ અલી ખાને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે છૂટાછેડા પછી તેણે કેટલી રકમ ચૂકવવી પડી. તેને ખુલાસો કર્યો હતો કે તે સમયે તેની પાસે આટલા પૈસા નહોતા, જેના કારણે તેણે અમૃતા સિંહને હપ્તામાં રકમ ચૂકવી હતી. બંનેના લગ્ન 13 વર્ષ સુધી ચાલ્યા, પરંતુ જ્યારે તૂટી ગયા ત્યારે ખરેખર તમામને આશ્ચર્ય થયું.