

કોરોના વાયરસ (Coronavirus)એ દુનિયાના સ્થિતિ જ બદલી નાંખી છે. લોકડાઉનના કારણે વેપાર ધંધો બંધ કરીને લોકો ઘરે બેસવા મજબૂર બન્યા છે. હંમેશા વ્યસ્ત રહેતા એક્ટર્સ પણ હવે ફિલ્મો અને ટીવી સીરિયલ્સથી દૂર થઇ ગયા છે. લોકડાઉનના કારણે મનોરંજન ઉદ્યોગને પણ મોટું નુક્શાન થયું છે. છેલ્લા બે મહિનાથી દરેક પ્રકારનું પ્રોડક્શન અને પોસ્ટ પ્રોડક્શન કામ બંધ છે. જેના કારણે અનેક કલાકારો આર્થિક તંગીની માર સહન કરી રહ્યા છે. ફરીથી શૂટિંગ શરૂ કરવા માટે પ્રોડ્યૂસર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયા દ્વારા કેટલાક નવા વર્કિંગ પ્રોટોકોલ બનાવવામાં આવ્યા છે. જેને ધ્યાનમાં રાખીને શૂટિંગ કરવામાં આવશે.


પ્રોડ્યૂસર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયા (Producers Guild Of India) હાલમાં 37 પાનાનો દિશા નિર્દેશ જાહેર કર્યો છે. તેમાં શૂટિંગ દરમિયાન તમામ પ્રકારની સાવધાની રાખવાની વાત કહેવામાં આવી છે. પ્રોડ્યૂસર્સ ગિલ્ડ મુજબ જ્યારે પણ ફિલ્મ કે ટીવીની શૂટિંગ આપવામાં આવશે તો સેટ પર સોશ્યલ ડિસ્ટેંસિંગ, કાસ્ટ અને ક્રૂનું મેડિકલ ચેકઅપ જેવી વાતોનું ધ્યાન રાખવું પડશે.


નિર્માતાઓએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી સાથે એક વર્ચ્યુઅલ મીટિંગમાં આ દિશા નિર્દેશ જાહેર કર્યા છે. લોકડાઉનમાં ઢીલ આપવાથી નિર્માતાઓને આશા છે કે તે જલ્દી જ પોતાના બંધ પડેલા કામને શરૂ કરી શકશે. અને ફિલ્મો અને શોની શૂટિંગ કરી શકશે. આ માટે જ તેમણે આ નવી ગાઇડલાઇન જાહેર કરી છે. જે મુજબ...


હાથ ધોવા અને સેનિાઇઝેશન સેટ પર અનિવાર્ય છે. ક્રૂનો દરેક મેમ્બરને ટ્રિપલ લેયર માસ્ક અને ગ્લવ્સ આપવામાં આવશે. જે તેમણે પૂરી શૂટિંગ દરમિયાન પહેરવો પડશે. હાથ મેળવવા અને ગળે મળવાથી દૂર રહેવું પડશે.<br />સેટ/ઓફિસ/ સ્ટૂડિયો પર સિગરેટ શેરિંગથી બચો. સહયોગીઓની વચ્ચે 2 મીટર દૂરી હોવી જોઇએ. 60થી ઉમરના સીનિયર આર્ટીસ્ટને શરૂઆતના ત્રણ મહિના સેટ પર ના આવે.


સેટને દરરોજ સેનેટાઇઝ કરવામાં આવે. સેનેટાઇજેશનનું કામ સરકારી એજન્સીને આપવામાં આવે. ટેલેન્ટ અને ક્રૂ મેમ્બર્સે ફિટનેસ કે ડેક્લેરેશન ફોર્મ જમા કરાવવું પડશે. જેમાં પોતાના હેલ્થ ઇસ્યૂ વિષે બતાવવું પડશે. સાથે તે પણ જણાવવું પડશે કે તે કોવિડ પોઝિટિવથી એક્સપોઝ તો નથીને. જ્યારે જ્યારે શેટ પર આવો ત્યારે ત્યારે આમ કરવું પડશે. દરેક શૂટિંગ શરૂ થવાના 45 મિનિટ પહેલા જ સેટ પર હાજર લોકોએ કોરોના બચાવના તમામ ઉપાયો અને સેટ પર શું ધ્યાન રાખવાનું છે તે વિષે સંપૂર્ણ જાણકારી આપવી. થોડા સયમ સુધી સોશયલ ડિસ્ટેંસિંગ મેન્ટેન કરવાની આદત રાખવી. સેટ પર એક એમ્બ્યુલન્સ, બે ડોક્ટર અને એક નર્સ દરેક વખતે હોવા જોઇએ. બે શિફ્ટ હોય તો બે શિફ્ટમાં રાખવા જરૂરી છે.


કોઇ પણ ફિલ્મની કાસ્ટિંગ હવે ખાલી ઓનલાઇન થશે. માટે કલાકારોએ પોતાનો વીડિયો બનાવીને મોકલવાનો રહેશે. કોસ્ટ્યૂમને લઇને પણ ઓછામાં ઓછા લોકો રહે, તમામ કોસ્ટ્યૂમની સાફ સફાઇ થાય તેને પ્લાસ્ટિકમાં રાખવામાં આવે. ટેક્નિકલ ટીમે પણ કેમેરા સાથે વપરાતી તમામ વસ્તુઓની સાફ સફાઇ અને સેનિટાઇજેશનનું ધ્યાન રાખવું. રોટેશનલ એટેંડેંસથી દરેક ડિપાર્ટમેન્ટમાં ઓછામાં ઓછા વર્ક ફોર્સ સાથે કામ કરવાની સૂચના આપવામાં આવી છે. સાથે જ Catering અને Transport પણ આ વાતોનું ચુસ્ત પણે પાલન કરવું પડશે.