દરેક વ્યક્તિની લાઇફમાં કોઇને કોઇ પ્રસંગ એવો હોય છે જે યાદગાર બની રહે છે. અનેક એવી યાદો હોય છે જે જીવનમાં ક્યારે ભૂલી શકાતી નથી. આવી જ એક વાત સુશાંતની છે. સારા અલી ખાને ફિલ્મ કેદારનાથથી ડેબ્યુ કર્યુ હતુ. સારા અલી ખાનનો પહેલો હિરો સુશાંત સિંહ રાજપૂત હતો. આ બન્નેની જોડી દર્શકોને ખૂબ જ પસંદ પડતી હતી. આજે પણ લોકો સુશાંતને યાદ કરી રહ્યા છે. પહેલી ફિલ્મને 4 વર્ષ પૂરા થવા પર સારાએ સુશાંતની સાથે પસાર કરેલા દિવસોને યાગ કર્યા હતા. (saraalikhan95/Instagram)
7 ડિસેમ્બર 2018માં રિલીઝ થયેલી ફિલ્મ કેદારનાથને 4 વર્ષ પૂરા થવા પર સારા તસવીરો શેર કરીને ભાવુક થઇ ગઇ. જો કે આ તસવીરો તમને પણ ભાવુક કરી દે એવી છે. સારા એ ભાવુક થઇને આ વિશે નોટ લખી..જેમાં સારાએ લખ્યુ છે કે 4 વર્ષ પહેલાનું મારું સૌથી મોટુ સપનું સાચુ પડ્યુ હતુ, જો કે આજે પણ આ સપના જેવું જ લાગે છે અને કદાચ રહેશે. હું ઓગસ્ટ 2017માં પાછી જવા માટે કંઇ પણ કરીશ અને ફિલ્મના દરેક સીનને ફરીથી શૂટ કરીશ, દરેક પળને મસ્ત રીતે એન્જોય કરીશ. (saraalikhan95/Instagram)