આજે બોલીવૂડ અભિનેત્રી કૃતિ સેનન (Kriti Sanon)નો જન્મ દિવસ છે. કૃતિ સેનને ટાઇગર શ્રોફ સાથે એક્શન કોમેડી ફિલ્મ હિરોપંતીથી બોલીવૂડ કરિયરની શરૂઆત કરી હતી અને ત્યારથી લઇને તે સતત સફળતાના શિખરો સર કરી રહી છે. આજે તે બોલીવૂડના સૌથી ખ્યાતનામ સિતારાઓમાંથી એક છે. તેણે બરેલી કી બર્ફી, લુકા છુપ્પી અને હાઉસફુલ 4 જેવી ફિલ્મો કરી છે.
ત્યાર બાદ તેણે ઘણી ફિલ્મો કરી જેને દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો. પરંતુ 2017માં આવેલ ફિલ્મ રાબતાથી કૃતિની પર્સનલ લાઇફમાં પણ ટ્વિસ્ટ આવ્યો. કો-સ્ટાર સુશાંતસિંહ રાજપૂત સાથે તેના રિલેશનશિપની વાતો ચારેબાજુ ફેલાવા લાગી અને ઘણી વખતા સોશ્યલ મીડિયા પર પોસ્ટ્સ જોઇને આ વાત સાબિત પણ થઈ. તસવીર- @KritiSanon Instagram
હાલ કૃતિ સેનન ટૂંક સમયમાં જ પોતાની આગામી ફિલ્મ મીમીમાં દેખાશે. અભિનેત્રી આ ફિલ્મને લઇને ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મમાં કૃતિ સરોગટ મધરનું પાત્ર નિભાવી રહી છે. આ ફિલ્મને વર્ષ 2020માં રિલીઝ કરવાનું આયોજન હતું, પરંતુ કોવિડ-19ના કારણે આ ફિલ્મ હવે OTT પર રિલીઝ કરવામાં આવશે. તસવીર- @KritiSanon Instagram