પ્રિયંકા ચોપડા પોતાના સંબંધને લઈ થોડા સમયથી સળંગ ચર્ચામાં છે. થોડા દિવસ પહેલા તેની સગાઈને લઈ ચર્ચા બજાર ગરમ હતું, ત્યારે અચાનક સમાચાર આવ્યા કે, દેશી ગર્લે પોતાના બર્થ ડે સમયે સગાઈ કરી લીધી. ચલો સગાઈ તો સારા સમાચાર છે. તેના ફેન્સ આ સમાચારથી ઘણા નાખુશ હતા. પરંતુ ભારત ફિલ્મમાંથી વિદાય લેવાની વાત બીજા ઝટકા સમાન લાગી. એક બાજુ દેશી ગર્લના ફેન્સ તેની ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ આ પ્રોજેક્ટમાંથી તે ખસી ગઈ.
પ્રિયંકાના આ પ્રોજેક્ટમાંથી હટવા પાછળનું કારણ તેના લગ્ન માનવામાં આવી રહ્યા છે. રિપોર્ટ્સનું માનીએ તો, પ્રિયંકા ઓક્ટોબરમાં લગ્ન કરી શકે છે. હવે તેના લગ્નના સમાચારે ચર્ચાનું બજાર ગરમ કરી દીધુ છે. ગ્લોબલ સ્ટાર બની ગયેલી પ્રિયંકા બોલિવુડમાં સૌથી વધારે કમાણી કરનાર એક્ટ્રેસમાંની એક છે. હાલમાં જ ફોર્બ્સ મેગેઝીનની પાવરફૂલ મહિલાઓના લીસ્ટમાં પ્રિયંકાનું નામ શામેલ હતું.