સ્ટુડન્ટ ઓફ ધ યર 2 ફિલ્મથી ડેબ્યુ કરનારી અનન્યા પાંડે પોતાની પ્રથમ ફિલ્મની સાથે જ ચર્ચામાં છે. ફિલ્મમાં પોતાના અભિનયને કારણે તે લોકોમાં હાલ ભારે પ્રસંશા મેળવી રહી છે. ન્યૂકમર અભિનેત્રીની આ પ્રથમ ફિલ્મે પ્રથમ દિવસે 12.06 કરોડ રૂપિયાની કમાણી કરી આલોચકોની બોલતી બંધ કરી છે.
2/ 5
અનન્યા ફિલ્મમાં શ્રેયાની ભુમિકામાં નજર આવી રહી છે. જે મોટી મહત્વકાંક્ષાઓવાળી એક અમીર યુવતી હોય છે. ફિલ્મમાં અનન્યા લેધર જેકેટ પહેરી ઓપન કારમાં સવાર થઇને એન્ટ્રી કરે છે. ફિલ્મમાં તે એક આકર્ષક અવતારમાં જોવા મળી રહી છે.
3/ 5
અનન્યાએ હાલમાં જ પોતાની ડેબ્યૂ ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર 2ના સહ કલાકાર ટાઇગર શ્રોફ અને તારા સુતારિયાની સાથે એક લોકપ્રિય ટોક શોમાં મજાક કરતી નજરે પડી હતી. સાથે જ પોતાની વાતોથી લોકોનું દિલ જીતી લીધું હતું. અનન્યા પાંડે લેક્મે ઇન્ડિયાને એન્ડોર્સ કરનારી ભારતની સૌથી યુવા સેલિબ્રિટી છે.
4/ 5
અભિનેત્રી સોશિયલ મીડિયા પર સૌથી વધુ ચર્ચિત સેલિબ્રિટીમાંથી એક છે અને બોલીવૂડમાં ડેબ્યુથી પહેલા જ ચર્ચામાં આવી છે.
5/ 5
અનન્યાએ ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરની સાથે પોતાના અભિનયની શરૂઆત કરી છે, જે રીલિઝ થઇ ચૂકી છે. આ સિવાય હવે તે પતિ, પત્ની અને વોની રીમેકમાં કાર્તિક આર્યનની સાથે નજર આવશે.