બોલિવૂડના રોમાન્સ કિંગ શાહરૂખ ખાન (Shah Rukh Khan) સાથે રઇસમાં નજર આવનારી પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાન (Mahira Khan) હાલ તેની લવ લાઇફને લઇને ચર્ચામાં છે. એક્ટ્રેસે એક ઇન્ટરવ્યૂમાં પોતાની લવ લાઇફને લઇને મોટો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે સલીમ કરીમ (Salim Karim) અને હું એકબીજાને લાંબા સમયથી ડેટ કરી રહ્યા છીએ. પાકિસ્તાનના ફેમસ ડિઝાઇનર હસન શહરયાર સાયીનના ઇન્સ્ટાગ્રામ લાઇવમાં માહિરા ખાને સલીમ કરીમનું નામ લીધું તો તે હસવા લાગી. ત્યારે એન્કરે કહ્યું કે લાગે છે તમને સલીમથી પ્રેમ થઇ ગયો છે. (photo credit: instagram/@mahirahkhan)