

બોલિવૂડમાં (Bollywood) તેવી અનેક જોડીઓ છે જે મિત્રતાના શ્રેષ્ઠ ઉદાહરણ રૂપ હોય. આવી જ એક બે મિત્રોની જોડી છે સંજય દત્ત અને એક્ટર કુમાર ગૌરવની (Kumar Gaurav). સંજય દત્ત પર જ્યારે બાયોપિક સંજૂ બની રહી હતી ત્યારે અનેક લોકોને લાગ્યું કે વિક્કી કૌશલનો જે રોલ છે તે કુમાર ગૌરવનો હશે. જો કે તેવું નહતું. પણ આજે જ્યારે કુમાર ગૌરવનો જન્મદિવસ છે ત્યારે જાણો ખરેખરમાં શું થયું હતું.


ભારતીય ફિલ્મ દિગ્ગજ અભિનેતા રાજેન્દ્ર કુમારના લખનઉના ઘરમાં 11 જુલાઇ 1960માં મનોજ તૂલી એટલે કે કુમાર ગૌરવનો જન્મ થયો. જો કે કુમાર પણ પોતાના પિતાની જેમ જ સિનેમાના પરદે મોટી નામના ના મેળવી શક્યા. પણ તેમની કેટલીક લવ સ્ટોરી આજે પણ યાદગાર છે. કુમાર દેખાવ અને એક્ટિંગ બંનેમાં સારા હતા. લોકો તેમને ચોકલેટી હિરો માનતા હતા. પણ તેમ છતાં બોલિવૂડમાં તેમને જોઇએ તેટલી સફળતા નહતી મળી.


વર્ષ 1981માં કુમાર ગૌરવની પહેલી ફિલ્મ લવ સ્ટોરી બ્લૉકબસ્ટર સાબિત થઇ. તો તેમના પિતા રાજેન્દ્ર કુમારે ડાયરેક્શન ક્ષેત્રે કદમ વધાર્યા. ભલે જ લવ સ્ટોરીએ કુમારને ફેમસ કર્યા હોય. પણ તે પછીની ફિલ્મો ફ્લૉપ આવતા જ કુમારનું કેરિયર ડગમગાવા લાગ્યું.


જાણવા મળ્યું છે કે 80ના દાયકામાં સંજય દત્તની ડ્રગ્સ કેસમાં ધરપકડ થતા તેમના ફિલ્મી કેરિયર પર સવાલો ઊભા થયા. તેવામાં કુમાર ગૌરવે તેમના પડતા કેરિયરને સંભાળવા માટે એક ફિલ્મને પ્રોડ્યૂસ કરી. જો કે આ ફિલ્મનો આઇડિયા મહેશ ભટ્ટનો હતો. અને આ ફિલ્મના આવ્યાના બે વર્ષ પહેલા કુમારે સંજય દત્તની બહેન નમ્રતા દત્તથી લગ્ન કર્યા હતા.


જો કે સંજયની આ ફિલ્મ પણ હિટ ના રહી પણ લોકોને સંજય દત્તની એક્ટિંગ આ ફિલ્મમાં પસંદ આવી. ઉલ્લેખનીય છે કે રાજેન્દ્ર નહતા ઇચ્છતા કે ફિલ્મ કુમાર તૈયાર કરે. રાજેન્દ્ર કુમારને ડર હતો કે ઓડિયંસની સિમ્પથી કુમારની જગ્યાએ સંજય દત્ત પર જતી રહેશે. પણ તેમ છતાં કુમારે પોતાના મિત્ર સંજયના કેરિયરને બચાવવા માટે કોઇની ના સાંભળી. ભલે કુમાર ગૌરવ બોલિવૂડમાં પોતાનો સિક્કો ના જમાવી શક્યા પણ તે 80ના દાયકાના ચોકલેટી હિરો હતા. તેમણે આ છબી તોડવાનો પ્રયાસ કર્યો પણ તે સફળ રહ્યો નહીં. વર્ષ 2002માં ફિલ્મ કાંટેમાં તેમણે ફરી એક વાર સંજય દત્ત સાથે કામ કર્યું હતું. પણ આ ફિલ્મ પણ ના ચાલી.